ટીમ ઈન્ડિયાએ ત્રણ મેચની સિરીઝની બીજી મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 44 રને હરાવ્યું છે. આ સાથે ભારતીય ટીમ હવે શ્રેણીમાં 2-0થી આગળ છે. આ સાથે રોહિત શર્માની કેપ્ટન્સીમાં પણ શાનદાર શરૂઆત થઈ છે. પરંતુ બીજી વનડેમાં એક સમય એવો હતો જ્યારે ચાહકોને કેપ્ટન રોહિતનું જોરદાર ફોર્મ જોવા મળ્યું.અને ટીમ ઈન્ડિયાના એક ખેલાડી પર રોહિત ખરાબ રીતે ગુસ્સે થઈ ગયો હતો.
વાસ્તવમાં ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ દરમિયાન એક વખત પોતાનો પિત્તો ગુમાવ્યો અને ખરેખરમાં એવું બન્યું કે વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગની 45મી ઓવર દરમિયાન રોહિતે બોલ વોશિંગ્ટન સુંદરને આપ્યો. તે સમયે યુઝવેન્દ્ર ચહલ મિડ ઓફ પર ફિલ્ડિંગ કરી રહ્યો હતો. રોહિત ચહલને લોંગ ઓફ પર પાછા જવા માટે કહે છે પરંતુ તે સુસ્ત દેખાય છે. આ બાબતે રોહિતને ખૂબ ગુસ્સો આવ્યો અને તેણે ચહલને મિડલ ગ્રાઉન્ડ પર ફટકાર પણ લગાવી.
રોહિતે ચહલને બૂમો પાડીને પાછા જવા કહ્યું. રોહિતે ચહલને ઠપકો આપતા કહ્યું, ‘પાછો જા, શું થયું તું ભાગી કેમ નથી રહ્યો? ચલ ભાગ.’ આ પછી ચહલ પાછો ગયો. રોહિતનું આવું રૂપ પહેલીવાર મેદાન પર જોવા મળ્યું હતું. આ સમગ્ર ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.અને આ વીડિયોમાં રોહિત ચહલ પર બૂમો પાડતો સ્પષ્ટ રીતે સાંભળી શકાય છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.