રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ પોતાની દ્વિમાસિક નાણાંકીય નીતિ (bi-monthly policy)ના નિર્ણયની જાહેરાત કરી. કેન્દ્રીય બેન્કે રેપો રેટમાં કોઇ ફેરફાર કર્યો નથી અને ચાર ટકા પર યથાવત રાખ્યો છે. તેની સાથે જ કેન્દ્રીય બેન્ક એ રિવર્સ રેપો રેટને પણ 3.35 ટકા પર યથાવત રાખ્યો છે. તેનાથી મોંઘવારીનું પ્રેશર ઝીલી રહેલા સામાન્ય લોકોની ઉપર હજી EMI નો બોજ વધવાનો નથી.અને એટલે લોન ધારકો માટે રાહતના સમાચાર છે.
રિઝર્વ બેંકની મોનેટરી પોલિસી કમિટી (MPC)ની ત્રણ દિવસની બેઠક 8 ફેબ્રુઆરીએ શરૂ થઈ હતી. અને આજે 10 ફેબ્રુઆરીએ RBI ગવર્નર શક્તિકાંત દાસના નેતૃત્વમાં પોલિસી રેટમાં કોઈ ફેરફાર નહીં કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. RBI ગવર્નર સમક્ષ પડકાર વૃદ્ધિ અને ફુગાવાને સંતુલિત કરવાનો હતો અને શક્તિકાંત દાસે ફુગાવાને નિયંત્રણમાં રાખવાને પ્રાથમિકતા આપીને રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો ન હતો.
આરબીઆઈની મોનેટરી પોલિસી કમિટી આ વખતે તેના સ્ટેન્ડમાં ફેરફારની જાહેરાત કરી શકે છે.અને તે નાણાકીય નીતિ પર પોતાના એકોમોડેટિવ સ્ટેંસ (ઉદાર વલણ) ને ન્યુટ્રલ (તટસ્થ) બનાવવાની જાહેરાત કરી શકે છે. કેટલાક વિશ્લેષકો કહેવું હતું કે MPC રિવર્સ રેપો રેટમાં વધારો કરી શકે છે.
અકોમોડેટિવ સ્ટેંસનો અર્થ એ છે કે આરબીઆઈ નજીકના ભવિષ્યમાં પોલિસી રેટ ઘટાડવા જઈ રહી છે. આ બેંકિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધારવા માટે કરવામાં આવે છે.તેમજ સામાન્ય રીતે જ્યારે MPCનું વલણ સાનુકૂળ હોય ત્યારે પોલિસી રેટમાં વધારો થવાની ધારણા હોતી નથી.
ન્યુટ્રલ સ્ટેંસનો અર્થ એ છે કે MPC પરિસ્થિતિ મુજબ પોલિસી રેટ વધારી કે ઘટાડી શકે છે. છેલ્લા બે વર્ષથી આરબીઆઈની એમપીસીએ અકોમોડેટિવ સ્ટેંસ પર પોતાનું વલણ અપનાવ્યું છે.અને તેનો હેતુ કોરોનાથી પ્રભાવિત અર્થવ્યવસ્થાને મદદ કરવાનો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.