ગુજરાતના વિદ્યાર્થીઓના અભ્યાસક્રમ માટે શિક્ષણ મંત્રી જીતુ વાઘણીએ આપી મોટી જાણકારી

ગુજરાતની માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં શૈક્ષણિક વર્ષ 2021-22થી નવા વિષયો દાખલ કરવાની સરકારે મંજૂરી આપી દીધી છે. જેમાં રોડ સેફ્ટીના નિયમો ધો.9-12ના અભ્યાસક્રમમાં ઉમેરાશે.અને તેમાં સીગન્લ, ક્રોસીંગ, હાઈવે વગેરે મુદ્દાઓ આવરી લેવાશે તેવું શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ટ્વિટ કરી જાણકારી આપી છે.

ઉલ્લેખનિય છે કે અગાઉ પણ શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ 11માં તેમજ શૈક્ષણિક વર્ષ 2022-23થી ધોરણ 12માં વૈકલ્પિક વિષય તરીકે 7 નવા વિષયોને દાખલ કરવામાં આવશે તેવી જાહેરાત કરાઇ હતી. અને આ અંગે રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી ટ્વીટ કરીને માહિતી આપી છે. જેમાં જણાવાયું હતુ કે, વિદ્યાર્થીઓને હવે એગ્રિકલ્ચર, ઑટોમોટિવ, એપરલ એન્ડ મેડ અપ્સ એન્ડ હોમ ફર્નિશિંગ, બ્યુટી એન્ડ વેલનેસ તેમજ રિટેઈલ, ટુરિઝમ એન્ડ હોસ્પિટાલિટી જેવા નવા 7 રોજગાર લક્ષી વિષયો ભણાવવામાં આવશે.

શૈક્ષણિક વર્ષ 2021-22થી ધોરણ-11 તેમજ 2022-23થી ધોરણ-12માં વૈકલ્પિક વિષય તરીકે ગુજરાતની 223 શાળામાં આ નવા વિષય દાખલ કરવામાં આવશે. તેમજ આ નવા વિષયો દાખલ કરવા પાછળ શિક્ષણ વિભાગનો હેતુ વિદ્યાર્થીઓને શાળા સ્તરેથી રોજગારલક્ષી વિવિધ સ્કીલમાં પારંગત કરવાનો છે. વિદ્યાર્થીઓ આ તમામ વિષયો પૈકી પોતાની પસંદગીના વિષયો લઈ શકશે. જેથી વિદ્યાર્થીઓમાં નવી સ્કીલ ડેવલોપ થઈ શકે. તેમજ આ તમામ વિષયો વિદ્યાર્થીઓને ભવિષ્યમાં તેમની કારકીર્દી સિલેક્શન કરવામાં પણ ઉપયોગી નીવડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.