પગ લપસ્યો અને પહાડ વચ્ચે ફસાયો યુવક, 48 કલાક બાદ કરાયો રેસ્ક્યૂ જાણો વિગતો..

કેરળમાં બે પહાડીઓની વચ્ચે ફસાયેલા યુવકને સેનાએ સુરક્ષિત બહાર કાઢી લીધો છે આ યુવકને બચાવવા માટે સેનાએ 48 કલાક સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવ્યું હતું સોમવારે સવારે પગ લપસતા નીચે પડેલો યુવક બે પહાડીઓની વચ્ચે ફસાઈ ગયો હતો અને યુવકને સુરક્ષિત બહાર કાઢવા માટે મંગળવાર મોડી રાત સુધી રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું પરંતુ, સફળતા નહોતી મળી. બુધવારે સવારે બેંગ્લુરુ પેરા રેજિમેન્ટના કમાન્ડો ઘટના સ્થળ પર પહોંચ્યા, ત્યારબાદ યુવકને બહાર કાઢવામાં આવ્યો. સેનાના અધિકારીઓએ જણાવ્યું કે, યુવકને પહાડોની વચ્ચેથી ઉપર લાવવાની પ્રક્રિયા શરૂ કરવામાં આવી. જોકે, પહાડી હોવાના કારણે યુવકને ઉપર લાવવામાં મુશ્કેલી થઈ રહી હતી. આ દરમિયાન સેનાના અધિકારી અને યુવક રસ્તામાં આરામ પણ કરતા રહ્યા. બે દિવસ બાદ તેને પાછો લાવવામાં આવ્યો.

ઘટના સોમવાર સવારની છે. 23 વર્ષીય બાબૂ નામનો યુવક પોતાના મિત્રો સાથે પલક્કડના ચેરાડૂમાં કુરુંબાચીની પહાડીઓ પર ટ્રેકિંગ માટે ગયો હતો. ત્યાંથી પાછા ફરતી વખતે બાબૂ અને તેના સાથીઓ થાકી ગયા હતા અને નીચે આવવા દરમિયાન બાબૂનો પગ લપસ્યો અને તે બે પહાડીઓની વચ્ચે જઈને ફસાઈ ગયો

યુવકને સુરક્ષિત બહાર કાઢવા માટે રાજ્ય સરકારે સેનાની બે ટીમોને ઘટના સ્થળ પર મોકલી હતી અને મદ્રાસ રેજીમેન્ટ સેન્ટર વેલિંગ્ટનથી 12 કર્મીઓની એક ટીમ, જેમા વિશેષજ્ઞ ઉપકરણની સાથે પહાડી પર પહોંચ્યા હતા. જ્યારે પેરાશૂટ રેજિમેન્ટ સેન્ટર બેંગ્લુરુથી 22 કર્મીઓની બીજી ટીમ વિમાન દ્વારા સુલૂર પહોંચી અને પછી સવારે 4 વાગ્યા સુધી ઘટનાસ્થળ પર પહોંચી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.