અમદાવાદમાં આવકવેરા વિભાગ ફરી સક્રિય થયું છે અને આજે અમદાવાદના બિલ્ડરોને ઈન્કમટેક્સ ડિપાર્ટમેન્ટે સકંજામાં લીધું છે. એકથી વધુ બિલ્ડર ગ્રુપ પર સવારથી દરોડા કાર્યવાહી ચાલી રહી છે. અમદાવાદના જાણીતા બિલ્ડર ગ્રુપના ઘર અને ઓફિસના ઈન્કમટેક્સ વિભાગ દ્વારા સર્ચ શરૂ કરાઈ છે. બિલ્ડર ગ્રુપ શિવાલિક ગ્રુપ અને શિલ્પ ગ્રુપના લગભગ 25 ઠેકાણે તપાસ ચાલી રહી છે. આ ઉપરાંત દિનકર ગ્રુપ અને કેટલાંક દલાલોને પણ વરૂણીમાં લેવામાં આવ્યા છે. જમીનની ખરીદીમાં બેનામી વ્યવહારોની આશંકા છે.
પ્રાપ્ત વિગતો અનુસાર શિવાલિક ગ્રુપના સતીશ શાહ, ચિત્રક શાહ અને તરલ શાહ તથા શિલ્પ ગ્રુપના યશ અને સ્નેહલ બ્રહ્મભટ્ટ, જ્યારે શારદા ગ્રુપના દીપક નિમ્બાર્કની ઓફિસો અને નિવાસસ્થાને ઈન્કમટેક્સ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રિયલ એસ્ટેટ બ્રોકર કેતન શાહ અને મનીષ બ્રહ્મભટ્ટની ઓફિસ તથા રહેઠાણો પર આઈટીનું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે.
તમને જણાવી દઈએ કે આ અગાઉ ઓક્ટોબર 2021માં અમદાવાદના રિયલ એસ્ટેટ ગ્રુપ બી સફલનાં 22 સ્થળ પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી હતી. તે દરોડાલ કાર્યવાહી દરમિયાન 20 જેટલાં લોકર મળ્યાં હતાં, જ્યારે કરોડોની લોકર અને દાગીના મળ્યા હતા.અને તે બી સફલ ગ્રુપના રાજેશ બ્રહ્યભટ્ટ અને રૂપેશ બ્રહ્યભટ્ટ તથા સિટી એસ્ટેટ બ્રોકરના પ્રવીણ બાવડિયાની ઓફિસ તેમજ ઘર મળીને 22 જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.