સુરતમાં ક્રાઈમની ઘટનાઓમાં વધારો થઇ રહ્યો છે. સુરત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું હોમટાઉન છે. છતાં પણ અવાર નવાર હત્યા, ચોરી, લૂંટફાટ અને મારામારી જેવી ઘટનાઓ સામે આવી રહી છે.અને ત્યારે ફરી એક વખત એક યુવકની હત્યાની ઘટના સુરતમાં સામે આવી છે. આ ઘટના સુરતના પાંડેસરા વિસ્તારની છે.
સુરતના પાંડેસરા વિસ્તારમાં આવેલા જગન્નાથનગરમાં સાલુ વર્મા નામનો રહેતો હતો.અને સાલુ એક કંપનીમાં કામ કરીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. તેના બે ભાઈ અને માતા-પિતા ઉત્તર પ્રદેશમાં રહેતા હતા. ગુરુવારના રોજ સાલુ જ્યારે તેના મિત્રોની સાથે બેઠો હતો ત્યારે સોમનાથ ગુપ્તા નામના તેના મકાન માલિકે સાલુ પર હુમલો કરી દીધો હતો. ત્યારબાદ મકાન માલિક સોમનાથ ગુપ્તાએ સાલુને ધમકાવ્યો હતો કે, સાંજે તું રહીશ કે હું. ત્યારબાદ સાંજના સમયે સાલુ જ્યારે જમીને તેના મિત્રોની સાથે ઘરના ઓટલા પર બેઠો હતો ત્યારે મકાનમાલિક ચપ્પુ બગલમાં છૂપાવીને લાવ્યો હતો અને ત્યારબાદ અતેને સાલુને એક બે નહીં પણ 7 જેટલા ચપ્પુના ઘા ઝીંક્યા હતા. સાલુ પર હુમલો કર્યા બાદ તેનો મકાનમાલિક ઘટના સ્થળ પરથી ભાગી ગયો હતો.
આ ઘટનામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા સાલુને સારવાર માટે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યો હતો. હોસ્પિટલમાં ફરજ પરના ડૉક્ટર દ્વારા સાલુને મૃત જાહેર કરવામાં આવ્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો પણ ઘટના સ્થળ પર પહોંચ્યો હતો. અને પોલીસે સાલુના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને સમગ્ર મામલે હત્યાનો ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
પોલીસે ઘટનાની તપાસ દરમિયાન ગણતરીના સમયમાં હત્યારા સોમનાથની ધરપકડ કરીને તેની પૂછપરછ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે મૃતક યુવક માનસિક વિકૃત હતો. તે મહિલાઓના બાથરૂમમાં ઝાંખીને તેમની છેડતી કરતો હતો. અગાઉ મહિલાઓ દ્વારા આ મૃતકને માર પણ મારવામાં આવ્યો હતો. તો બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે, હત્યારો સોમનાથ પણ દારુનો બંધાણી હતો. તો બીજી બાજુ સ્થાનિક લોકો એવી પણ ચર્ચા કરી રહ્યા છે કે, મૃતકે સોમનાથની પત્નીની છેડતી કરી હોવા મામલે તે રોષે ભરાયો હતો અને આ કારણે જ સાલુની હત્યા થઈ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.