લગ્ન બાદ હનિમૂન પિરિયડને યાદગાર બનાવવા માટે નવપરિણિત કપલ કઈંક તૈયારીઓ કરતા હોય છે. પરંતુ જો તમને કોઈ કહે કે હનિમૂન પર કોઈ પતિ તેની પત્નીનું મર્ડર કરી નાખે તો! આ વાત સાંભળીને તમને આંચકો જરૂર લાગશે. પરંતુ આ વાત સાચી છે. આ ઘટના અંગે મળતી માહિતી પ્રમાણે વલસાડનો યુવક તેની પત્ની સાથે હનીમૂન મનાવવા આબુ ગયો હતો ત્યાં તેમણે તેની પત્નની હત્યા કરી નાખી હતી તેમના લગ્નને હજૂ એક મહિનો પણ પૂરો થયો ન હતો.
જો કે નવાઈવી વાત એ છે કે, હત્યા બાદ પતિએ નાદુરસ્ત તબિયતના કારણે મોત અંગે પરિવારજનોને જાણ કરી હતી.અને પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો. પતિએ મહિલાના મોઢામાં પાંદડા નાખ્યા અને પાતળી ડાળી વડે તેનું ગળું દબાવી હત્યા કરી હતી. મહિલાના પિતાએ જમાઈ વિરુદ્ધ હત્યાની FIR નોંધાવી છે. આરોપી વલસાડમાં સીસીટીવી લગાવવાનો ધંધો કરે છે.
આ ઘટના અંગે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ ભવાની સિંહે જણાવ્યું હતું કે જોલી કુમાર (32) તેની પત્ની રુચિકા (28) સાથે 10 જાન્યુઆરીના રોજ માઉન્ટ આબુ ફરવા આવ્યો હતો અને તેઓ અહીં ગુજરાત તોરણ ભવન ખાતે રોકાયા હતા. 10 જાન્યુઆરીએ અચાનક રૂચિકાની તબિયત બગડી. ઉલ્ટી થવાના કારણે તેને ગ્લોબલ હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ રૂચિકાને મૃત જાહેર કરી હતી. ત્યાર બાદ રૂચિકાનું પોસ્ટમોર્ટમ કરી ડોક્ટરોએ મૃતદેહને સ્વજનોને સોંપી દીધો હતો.
પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ રુચિકાના પિતા હરીશ ભાઈએ ગુરુવારે માઉન્ટ આબુ પોલીસ સ્ટેશનમાં રુચિતાના પતિ જોલી કુમાર વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધાવ્યો છે અને તેમણે પોલીસને જણાવ્યું કે રૂચિકાના લગ્ન 13 ડિસેમ્બર 2021ના રોજ જોલી સાથે ગુજરાતમાં થયા હતા. લગ્નના 24 દિવસ બાદ યુગલ માઉન્ટ આબુની મુલાકાતે ગુજરાતથી નીકળી ગયું હતું. અંબાજીની મુલાકાત લીધા બાદ 7 જાન્યુઆરીએ હોટલમાં રોકાયા હતા. આ પછી, જોલીએ 9 જાન્યુઆરીએ ફોન કર્યો અને રુચિકાની તબિયત અચાનક બગડતા તેને હોસ્પિટલે લઈ જવામાં આવી હતી જ્યાં તેમનું મોત નિપજ્યું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.