ઈશાન કિશન પાછો મુંબઈની ટીમમાં આજે સૌથી વધુ બોલી તેના પર લાગી જાણો વિગતે…

IPLની હરાજીમાં વિકેટ કીપરના રાઉન્ડની શરૂઆત થઈ ગઈ છે, જેમાં સૌથી પહેલું નામ અંબાતી રાયડુનું આવ્યું હતું. રાયડુ માટે ચેન્નાઈ, દિલ્હી અને હૈદરાબાદની ટીમોએ બોલી લગાવી હતી અને ચેન્નાઈ સુપર કિંગ્સે રાયડુને 6.75 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં શામેલ કરી લીધો હતો. ત્યાર બાદ ઈશાન કિશનને એન્ટ્રી થઈ હતી અને તેના પર મુંબઈ અને પંજાબની ટીમ તૂટી પડી હતી.. ઈશાન કિશનની બેઝ પ્રાઇઝ 2 કરોડ રૂપિયા હતી. તેના પર ગુજરાત ટાઇટન્સની ટીમે પણ બોલી લગાવી હતી અને ઈશાન કિશને શ્રેયસ ઐયરને પણ પાછળ છોડી દીધો હતો તેથી શ્રેયસ ઐયરને 12.25 કરોડમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમે લીધો હતો, પરંતુ ઈશાન કિશનને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે 15.25 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં લઈ લીધો હતો.

IPLના ઓક્શનમાં વોશિંગટન સુંદરને સનરાઇઝર્સ હૈદરાબાદે 8.75 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં લીધો હતો. કૃણાલ પંડ્યાને લખનૌની ટીમે 8.25 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં લીધો હતો અને મિચેલ માર્શને દિલ્હીની ટીમે 6.5 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં લીધો હતો.

IPLનું ઓક્શન ચાલી રહ્યું છે. ઓક્શનમાં બીજો બ્રેક આવ્યો છે, પણ તે પહેલા એક ખેલાડીને માલામાલ કરી દેવામાં આવ્યો છે. IPLની 2021ની સીઝનમાં ફક્ત 2 મેચ રમનારા શ્રીલંકાના વાનિંદુ હસરંગા પર પૈસાનો વરસાદ થયો છે. પંજાબ કિંગ્સ, હૈદરાબાદની ટીમે આ ખેલાડી પર મન મૂકીને બોલી લગાવી હતી. પણ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર બાજી મારી ગયું હતું અને હસરંગાને RCBએ 10.75 કરોડની બોલી લગાવીને પોતાની ટીમમાં લીધો હતો. વાનિંદુ હસરંગાએ શ્રીલંકા માટે 4 મેચમાં 196 રન કર્યા છે અને જ્યારે 29 વન-ડે મેચમાં 546 રન કર્યા છે 34 T20 મેચમાં તેણે 332 રન માર્યા છે. બોલિંગની વાત કરીએ તો 4 ટેસ્ટમાં 4 વિકેટ, 29 ODIમા 29 વિકેટ અને 34 T20 મેચમાં તેણે 55 વિકેટ્સ લીધી છે

IPLના આજના ઓક્શનમાં અનેક ખેલાડીઓ રાતોરાત કરોડપતિ બની ગયા છે. બેઝ પ્રાઇઝ કરતા કંઈ ગણી બોલી તેમના પર લાગી છે, પરંતુ આ બધા વચ્ચે 4 ખેલાડીઓ અત્યારસુધી એવા પણ ઓક્શનમાં આવ્યા છે, જેમના પર કોઈએ બોલી લગાવી નથી. આ ખેલાડીઓમાં સુરેશ રૈના, ઓસ્ટ્રેલિયાનો સ્ટાર ખેલાડી સ્ટીવ સ્મિથ, ડેવિડ મિલર અને બાંગ્લાદેશના સ્ટાર ઓલરાઉન્ડર શાકિબ અલ હસનનો સમાવેશ થાય છે. સુરેશ રૈના વિશે તો પહેલેથી જ ચર્ચા હતી કે, તેણે 2 કરોડ રૂપિયા બેઝ પ્રાઇઝ રાખીને જ ભૂલ કરી છે કારણ કે તેના પર 2 કરોડની બોલી તો કોઈ લગાવે તેવું લાગતું જ નહોતું અને આ સિવાય સ્ટીવ સ્મિથ પણ ગઈ IPLમા કંઇ ખાસ કરી શક્યો નથી પરંતુ શાકિબ અલ હસન પર કેમ કોઈએ બોલી ન લગાવી તેને લઈને બધા ચોંકી ગયા છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.