ધર્મજ્યોતિષ:જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ??

મેષ: તમારી કરેલી દરેક મહેનત સફળ થાય, આવકનો પ્રશ્ન ટળે અને સ્વાસ્થ્ય અંગે કાળજી લેવી.

વૃષભ: ગૃહ ક્લેશ અને વાદ-વિવાદથી સંભાળવું તેમજ લાભની તકો ઉભી થાય, કાર્યક્ષેત્રમાં ધીમી પ્રગતિ જણાય.

મિથુન: ઘારેલી જગ્યાએથી સફળતા ન મળે તેમ છતા આકસ્મિક લાભ થાય, આરોગ્ય સાચવવું.

કર્ક: માનસિક તણાવ અને મૂંઝવણ દૂર થાય, ખર્ચ વધતો જણાય અને આવક ઓછી દેખાય તેમજ સ્વજનથી મિલન થાય.

સિંહ: ધંધા-વ્યવસાય અને અભ્યાસમાં સફળતા મળે,અને કુટુંબીજનોનો પ્રેમ સાંપડે.

કન્યા: ગૃહ ક્લેશ ન થાય તેની ખાસ કાળજી રાખવી અને આરોગ્ય સાચવવું.

તુલા: આવક કરતા જાવક વધતી જણાય તેમજ સ્વાસ્થ્ય અંગે ખાસ કાળજી લેવી, પ્રવાસમાં સફળતા મળે.

વૃશ્વિક: પહેલાથી આયોજનો કરેલા હોય તે હવે સફળ થતા જણાય, સ્વાસ્થ્ય અંગે સાવધ રહેવું, વાદ-વિવાદથી બચવું.

ધન: ઉતાવળથી કરેલા કાર્યોમાં સમસ્યા સર્જાઇ શકે છે,તેમજ કોઇપણ નિર્ણય કરવા પહેલા આયોજન કરવું.

મકર: નોકરી-ધંધામાં પ્રગતિ જણાય, આશાવાદી વલણથી મનધારી સફળતા પ્રાપ્ત કરી શકાય.

કુંભ: આપના પ્રયત્નો સફળ બને, આવકના પ્રસંગો બને તેમજ સ્નેહીથી મિલન થાય.

મીન: કાર્યક્ષેત્રમાં મુશ્કેલીઓ આવતી જણાય તેમજ આરોગ્ય અંગે કાળજી લેવી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.