ભારતીય ટીમનો પૂર્વ દિગ્ગજ ઓફ સ્પિનર હરભજન સિંહે સ્ટાર વિકેટકીપર ઇશાન કિશનને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું કે ઇશાન કિશનમાં 30 બોલમાં 80 રન બનાવવાની ક્ષમતા છે જેના કારણે ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022ના મેગા ઓક્શનમાં બધી ટીમ પાછળ પડશે. હરભજન સિંહનું માનવું છે કે આગામી સમયમાં મોટો ખેલાડી સાબિત થશે. 41 વર્ષીય હરભજન સિંહે પોતાની યુટ્યુબ ચેનલ પર કહ્યું કે ઇશાન કિશનનો હું પણ ફેન છું.અને પોતાની ક્ષમતા પર આ ખેલાડી 30 બોલમાં 70-80 રન સરળતાથી બનાવી શકે છે.
હરભજન સિંહે કહ્યું તે આગામી સમયમાં એક ખૂબ મોટો ખેલાડી બનશે. જો તેના જેવો પ્લેયર કોઈ પણ ટીમનો હિસ્સો બનશે તો તેણે લિડરશિપની જવાબદારી આપવી જોઇએ. જવાબદારીઓ વધવા સાથે તે હજુ વધારે પરિપક્વ થતો જશે.અને તે પોતાની ટેસ્ટ ટીમ ઝારખંડની કેપ્ટન્સી પહેલા જ કરી રહ્યો છે, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ની ટીમ ન નિશ્ચિત રૂપે ઓક્શનમાં ઇશાન કિશનને ટારગેટ કરશે. જોકે તેને મેળવવો સરળ નહોતો કેમ કે ઘણી બધી ટીમોએ તેના માટે બોલી લગાવી હતી. પરંતુ મુંબઈ ઈન્ડિયન્સની ટીમે બાજી મારી લીધી હતી અને તેને 15.25 કરોડની બોલી લગાવીને ટીમમાં શામેલ કરી લીધો હતો.
ઘણા સમયથી મુંબઈ ઈન્ડિયન્સ હિસ્સો રહેલા ઇશાન કિશનને તેની ફ્રેન્ચાઇઝીએ રીલિઝ કરી દીધો હતો. હવે IPL 2022 માટે મેગા ઓક્શનમાં ટીમો તેના પર મોટી બોલી લગાવી શકે છે. જોવાનું એ રસપ્રદ રહેશે કે આગામી સીઝનમાં તે કઈ ટીમમાં જાય છે. IPLના મેગા ઓક્શનની શરૂઆત થઈ ચૂકી છે.અને મેગા ઓક્શનમાં અત્યર સુધી શ્રેયસ ઐય્યરને કોલકાતાએ (12.25 કરોડ), ફાફ ડુ પ્લેસિસને બેંગ્લોરે (7 કરોડ), દેવાદત્ત પડિક્કલને રાજસ્થાને (7.75 કરોડ), મનીષ પાંડેને લખનૌને (4.60 કરોડ)
જેસન હોલ્ડર લખનૌએ (8.75 લાખ), નીતિશ રાણાને કોલકાતાએ (8 કરોડ), શિમરન હેટમાયરને બેંગ્લોરે (8.25 કરોડ), ડેવિડ વોર્નરને દિલ્હીએ (6.25 કરોડ), ક્વિન્ટન ડીકોકને લખનૌએ (6.26 કરોડ), મોહમ્મદ શમીને અમદાવદે (6.25 કરોડ), કાગીસો રબાડાને પંજાબે (9.25 કરોડ), શિખર ધવનને પંજાબે (8.25 કરોડ), અશ્વિનને રાજસ્થાન રોયલ્સે (5 કરોડ), પેટ કમિન્સને કોલકતાએ (7.7 કરોડ). ટ્રેન્ટ બોલ્ટને રાજસ્થાને (8 કરોડ) રૂપિયામાં ખરીદ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.