IPL લીગમાં સુરેશ રૈના યુગનો આવ્યો અંત, કોઇપણ ટીમે ખરીદવામાં રસ ન દેખાડયો

આઇપીએલ 2022 માટે ખેલાડીઓની હરાજીમાં ટીમ ઇન્ડિયાના પૂર્વ સ્ફોટક બેટ્સમેન સુરેશ રૈનાની સફરનો અંત આવ્યો છે. શનિવારે હરાજીના પ્રથમ દિવસે અનસોલ્ડ રહેલા રૈનાને રવિવારે બીજા દિવસે પણ કોઇપણ ફ્રેન્ચાઇઝીએ ખરીદવામાં રસ નહોતો દાખવ્યો અને સુરેશ રૈનાને આઇપીએલ માટે કોઇ ખરીદદાર મળ્યો નથી. એક્સેલરેટેડ ઑક્શન માટેની 69 ખેલાડીઓની યાદીમાં સુરેશ રૈનાને સ્થાન મળ્યું નથી.અને જેનો અર્થ થાય છે કે રૈના હવે આ સ્પર્ધામાંથી સત્તાવાર રીતે બહાર થઇ ગયો છે.

મી. આઇપીએલ તરીકે પ્રખ્યાત સુરેશ રૈનાએ આઇપીએલની 205 મેચમાં 5000 કરતાં પણ વધારે રન બનાવ્યા છે અને આઇપીએલ 2022 એવી બીજી સિઝન રહેશે જેમાં આ ફાંકડો ફટકાબાજ ક્રિકેટર જોવા નહીં મળે. 2020ની આઇપીએલ ટૂર્નામેન્ટમાં રૈના અંગત કારણોસર નહોતો રમ્યો.જોકે, ગત ટૂર્નામેન્ટમાં તે રમ્યો હતો. હરાજીમાંથી રૈનાની આૃર્યજનક વિદાય સાથે જ ચેન્નઇ સુપર કિંગ્સ ટીમ સાથે લાંબા સમય સુધી રહેલા જોડાણનો પણ અંત આવ્યો છે.

2016 અને 2017ની આઇપીએલ ટૂર્નામેન્ટ જેમાં ચેન્નઇ પર પ્રતિબંધ હતો તે સિવાય રૈના આઇપીએલના પ્રારંભથી જ ચેન્નઇ સુપર કિંગ્સ સાથે જોડાયેલો છે અને 2018માં રૈના ફરીવાર ચેન્નઇ ટીમ સાથે જોડાયો હતો અને આગામી સિઝનના પ્રારંભ પહેલાં ફ્રેન્ચાઇઝીએ રૈનાને રિલીઝ કર્યો હતો.

ટીમ ઇન્ડિયાના મહત્ત્વપૂર્ણ બોલર ઉમેશ યાદવને પણ આઇપીએલ 2022ની હરાજીમાં પહેલાં નિરાશા સાંપડી હતી અને જોકે બીજા દિવસે હરાજીના અંતિમ તબક્કા દરમિયાન યાદવને કોલકતા નાઇટ રાઈડર્સે ર કરોડમાં ખરીદ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.