CNG સહિત પેસેન્જર કાર સેગમેન્ટમાં રાજ કરી રહેલી મારૂતિ સુઝુકી હવે ઇલેક્ટ્રિક વાહન લાવવાની તૈયારી કરી રહ્યું છે અને દેશમાં ઈલેક્ટ્રિક વાહનોની વધતી જતી લોકપ્રિયતાના કારણે ગ્રાહકો લાંબા સમયથી મારૂતિ સુઝુકીની ઈ-કારની રાહ જોઈ રહ્યા છે. હવે આ રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. કંપની ટૂંક સમયમાં મધ્યમ કદની ઇલેક્ટ્રિક SUV લોન્ચ કરવા જઈ રહ્યું છે
મારૂતિ સુઝુકીએ પ્રથમ ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરવા માટે ટોયોટા સાથે જોડાણ કર્યું છે અને એવું માનવામાં આવે છે કે મારૂતિ અને ટોયોટા જે ઇલેક્ટ્રિક SUV એકસાથે લાવવાની તૈયારી કરી રહી છે તે બજારમાં Tata Nexon, MG ZS EV અને Hyundai Kona સાથે સ્પર્ધા કરશે અને મળતી માહિતી પ્રમાણે મારૂતિ સુઝુકી ઈલેક્ટ્રિક કારના સેગમેન્ટમાં મધ્યમ કદની SUV સાથે શરૂઆત કરવા જઈ રહી છે તેમજ આ કારણે વેગનઆરના ઇલેક્ટ્રિક વર્ઝનના લોન્ચિંગમાં મોડું થઈ શકે છે.
ઓટોકાર ઈન્ડિયાના રિપોર્ટ અનુસાર મારૂતિ અને ટોયોટાની આ પ્રસ્તાવિત ઇલેક્ટ્રિક SUVનું નામ Maruti Suzuki YY8 હોઈ શકે છે.અને એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કંપની તેમાં 48kWh અથવા 59kWhનું બેટરી પેક આપી શકે છે, જે એકવાર ફુલ ચાર્જ થવા પર 400 કિમીથી 500 કિમીની રેન્જ આપી શકે છે. આ કારનું કદ Hyundai Creta જેવું જ હોઈ શકે છે. અને જો આવું થાય છે તો મારૂતિ સુઝુકીની પ્રથમ ઇલેક્ટ્રિક કાર Tata Nexon કરતા પણ મોટી હશે.
મારૂતિ સુઝુકી અને ટોયોટાના ટાઈ-અપ બાદ ટોયોટા ગ્લાન્ઝા અને ટોયોટા અર્બન ક્રુઝર પહેલેથી જ લોન્ચ થઈ ચૂકી છે. હવે આ એલાયન્સમાં આવનાર ઈલેક્ટ્રિક કાર વિશે કહેવામાં આવી રહ્યું છે કે તેની કિંમત 13-15 લાખ રૂપિયા હોઈ શકે છે. જો આપણે બજારમાં આ સેગમેન્ટમાં પહેલેથી જ હાજર કાર પર નજર કરીએ તો સૌથી વધુ વેચાતી Tata Naxonની કિંમત રૂ.14.29 લાખથી રૂ.16.70 લાખ સુધીની છે અને એ જ રીતે MG ZS EVની કિંમત રૂ. 21.49 લાખથી રૂ. 25.18 લાખ સુધીની છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.