GSTને લઈને સામાન્ય માણસ હજું પણ મુંઝવણમાં છે. કારણ કે, કઈ કોમોડિટી અને તેના કાચા માલ પર લાગતા ટેક્સનું માળખું ઘણું અટપટું છે. એક કેમિકલ કંપનીએ રૂ,20 લાખની ઈનપુટ ક્રેડિટનો ઉપયોગ ન થઈ શકતા હાઈકોર્ટમાં એક અરજી કરી હતી. કંપની તરફથી વકીલે એવી દલીલ કરી હતી કે, ક્રેડિટ ટ્રાંસફર બતાવે છે પણ GST સિસ્ટમમાં દેખાતી ન હોવાથી એનો કોઈ રીતે ઉપયોગ કરી શકાતો નથી.
આ ઉપરાંત રીટર્ન પણ ફાઈલ થઈ શકતું નથી. કંપનીએ રૂ.20 લાખની ઈનપુટ ક્રેડિટનો ઉપયોગ કરવા માટે દાદ માગી હતી. પણ મામલે હાઈકોર્ટમાં પણ ગુંચવાઈ ગયો હતો. ગુજરાત હાઈકોર્ટ ચીફ જસ્ટીસ જે.બી.પારડીવાલા ખંડપીઠે GST વિભાગને આ મામલે ઉકેલ પૂછતા GST વિભાગે કહ્યું એ પછી હાઈકોર્ટ એવી રમૂજ ટકોર કરી કે, ચંદ્ર પર જવું સહેલું છે પણ GSTનો કાયદો સમજવો અઘરો છે. જ્યારે કોર્ટને કોઈ પૂછે કે, ચંદ્ર પર જવું છે તો ચાન્સ અમે લઈ શકીએ. પણ GSTના તમારા કાયદા અંગે પૂછે તો અમે બે હાથ જોડીને કહીએ છીએ કે, GSTના કાયદાને સમજવાની અમારી કોઈ ક્ષમતા નથી. આ અરજીમાં એવી રજૂઆત હતી કે, GST વિભાગે એવો જવાબ આપ્યો કે, તમે પોર્ટલની ખામી અંગેનો સ્ક્રિનશોટ મોકલો. અમે તમને મદદ કરીશું. GST વિભાગે આ અંગે કોઈ કાર્યવાહી કરી નથી. GST વિભાગે એવી રજૂઆત કરી કે, જો વેપારી ફોર્મ ભરે તે ક્રેડિટ અમે પરત કરીશું. આ મામલે બેચે એવી ટકોર કરી કે, જો અન્ય ખામી ન હોય તો GST વિભાગે આ મુશ્કેલનો ઉકેલ લાવવો જોઈએ. જોકે, GST પોર્ટલમાં ખામીનો મુદ્દો નવો નથી. અને ઘણા વેપારીઓ આ અંગે મુશ્કેલી ભોગવી ચૂક્યા છે. વેપારી તેની ક્રેડિટ તેના યુનિટને ફાળવી શકે એ માટે નક્કી સમયમર્યાદામાં જ તે ક્રેડિટ વિતરણ કરી શકે પણ વેપારી બાજુથી એવી દલીલ થઈ કે, ક્રેડિટ વિતરણ કરવાનો સવાલ નથી પણ અમારી 20 લાખની ઈનપુટ ક્રેડિટનો અમે કોઈ રીતે ઉપયોગ કરી શકતા નથી.
આ GSTવિભાગ અધિકારી ટેક્સનો મુદ્દો લઈ એની ટેકનિકલ ખામી કાઢે છે. કંપની બોડાલ કેમિકલ તરફથી વકીલે એવી દલીલ કરી હતી કે, વિભાગના અધિકારીઓ પોર્ટલની ખામીનો બીજો ઓપ્શન દેવાના બદલે ટેક્સના દાયરાની વાત કરે છે અને આ તો વિભાગની ખામી છે તેમ છતાં ભોગવવાનો વારો કંપનીનો આવ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.