સુરતમાં આમ આદમી પાર્ટીને એક પછી એક ફટકા પડી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી પહેલા જ આમ આદમી પાર્ટીમાં ભંગાણ થઇ રહ્યું છે.અને આ પહેલા વિજય સુવાળા, ત્યારબાદ મહેશ સવાણી, ત્યારબાદ સુરતના 5 કોર્પોરેટરોએ પક્ષની સાથે છેડો ફાડ્યો હતો. પક્ષ છોડનારાઓમાંથી મહેશ સવાણી સિવાયના લોકો ભાજપની સાથે જોડાયા ગયા હતા. ત્યારે સુરત આમ આદમી પાર્ટીના વોર્ડ નંબર 4ના મહિલા કોર્પોરેટર કુંદન કોઠીયાએ પણ આમ આદમી પાર્ટીની સાથે છેડો ફાડીને ભાજપનો કેસરિયો ખેસ ધારણ કર્યો છે. ભાજપ કાર્યાલય ખાતે કુંદન કોઠીયાએ વિધિવત રીતે ભાજપમાં પ્રવેશ કર્યો છે.અને આમ આદમી પાર્ટીના છઠ્ઠા કોર્પોરેટર ભાજપમાં જોડાઈ જતા આમ આદમી પાર્ટીને આ મોટો ફટકો પડ્યો છે.
મહત્ત્વની વાત છે કે મહિલા કોર્પોરેટર પક્ષ સાથે સંપક વિહોણા થતા જ આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ દ્વારા કુંદન કોઠીયાને આમ આદમી પાર્ટીના સભ્યપદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા તો બીજી તરફ એવી પણ માહિતી મળી રહી છે કે,અગાઉ પણ એક વખત કુંદન કોઠીયાને ભાજપે ઓફર આપી હતી છતાં પણ તે સમયે તેમને પાર્ટીના હોદ્દેદારોની સાથે આ બાબતે વાતચીત કરીને પોતે આમ આદમી પાર્ટીની સાથે જોડાયેલા રહેશે તેવું નિવેદન આપ્યું હતું.
કુંદન કોઠીયાના ભાજપમાં જોડાયા પહેલા સુરતના વિપક્ષ નેતા ધર્મેશ ભંડેરીએ નિવેદન આપ્યું હતું કે, જેમના મનની અંદર જે સ્વભાવની અંદર તેઓ તે બાજુ જતા હોય છે. અગાઉ પણ કુંદન કોઠીયા ભાજપની સાથે જોડાઈ શકતા હતા. તેમને જવું હતું તો તે શા માટે પ્રજાનો વિશ્વાસ તોડીને ગયા. તેમને ભાજપમાં જ જવું હતું તો તેઓ રાજીનામું આપીને બીજી વખત ચૂંટણી લડીને પણ ભાજપમાં જઈ શકતા હતા.અને તેવું તેમને શા માટે ન કર્યું. કારણ કે તેમને ખબર છે કે તેમના વિસ્તારમાં તેમની શું હાલત છે. આજે જે ભાજપમાં જોડાઈ ગયા છે તેમને હું ચેલેન્જ આપું છું કે તેઓ ભાજપમાં જોડાયા છે તો હવે ભાજપનો ખેસ પહેરોને તેમના વિસ્તારમાંથી જ્યાંથી ચૂંટાયા છે ત્યાં જઈને લોકોને કહે ભલે અમે ભાજપમાં ગયા પણ તમે મત આપ્યા એટલે હું તમારા માટે કામ કરીશ. ત્યારે તેમને જ ખબર પડી જશે કે જનતા તેમને સવાર કરે છે કે નહીં.
તેમને વધુમાં જણાવ્યું હતું કે, જનતાએ પાર્ટીના મેન્ડેટ પર જવાબદારી આપી હોય છે અને એટલે ચૂંટાયેલા પ્રતિનિધિએ સમજવાનું હોય છે કે, જે વિચારધારાથી મને મત મળ્યા છે તેની સાથે જોડાઈને જ મારે કામ કરવાનું હોય છે. તેમાં કોઈ ગદ્દારી કરે તો તે લોકશાહીનો હત્યારો છે. ભાજપને ખબર છે આમ આદમી પાર્ટીવાળા જ્યાંથી ચૂંટાયા છે ત્યાંથી ચૂંટાવું આપણે મુશ્કેલ છે. ભાજપવાળા તાનાશાહીનો સંદેશો આપવામાં આવે છે અને અમે ભલે ન ચૂંટાયા પણ અમે તમારા પર પૈસા, બાહુબળના જોરો રાજ અમે કરીશું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.