ઉત્તરપ્રદેશમાં સોમવારે બીજા તબક્કાનું મતદાન થયું. હજી 20 ફેબ્રુઆરી, 23 ફેબ્રુઆરી, 27 ફેબ્રુઆરી, 3 માર્ચ અને 7 માર્ચ એમ વધુ પાંચ તબક્કામાં મતદાન થવાનું હજી બાકી છે. બાકીના તબક્કાની ચૂંટણી માટે રાજ્યમાં જોરશોરથી ચૂંટણી પ્રચાર ચાલી રહ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે કાનપુર રેલીને સંબોધન કરતાં ગોવાને સાધવાનો પણ પ્રયાસ કર્યો હતો. અને ગોવામાં સોમવારે મતદાન સંપન્ન થયું.
વડાપ્રધાન મોદીએ કહ્યું કે, ‘મમતા બેનરજીની પાર્ટીના એક નવા નેતા ગોવામાં પહેલીવાર લડી રહ્યા છે અને તે ટીએમસી નેતાએ અખબારને આપેલી મુલાકાત જોઇ અને તેમને જ્યારે પૂછવામાં આવ્યું કે તમારા પક્ષનું અહીં વજૂદ જ નથી, તો ચૂંટણી શા માટે લડી રહ્યા છો? જવાબમાં તેમણે જે જણાવ્યું તે ચૂંટણી પંચે પણ વિચારવા જેવું છે. ઉત્તરપ્રદેશના મતદારોએ પણ વિચારવા જેવું છે. ગોવાના તે નેતાએ જણાવ્યું કે અમે ગોવામાં હિંદુ મતનું વિભાજન કરવા માંગીએ છીએ અને આ કેવું સેક્યુલારિઝમ? તમે ખુલ્લેઆમ કહી રહ્યા છો કે હિંદુ મતનું વિભાજન કરવા માંગો છો. તો કોના મત ભેગા કરવા માંગો છો? ગોવાના લોકોએ આ રીતનું રાજકારણ દફનાવી દેવું જોઇએ.’
બીજી તરફ જાલંધરમાં રેલીને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું કે, 2014માં યુવરાજ દ્વારા ખૂબ જ આડોડાઈ કરવામાં આવતી હતી. તે વખતે ચૂંટણી સંબોધન માટે હું પંજાબ આવ્યો હતો ત્યારે યુવરાજ દ્વારા મારા હેલિકોપ્ટરને રોકવામાં આવ્યું હતું. યુવરાજ અમૃતસર જઈ રહ્યા હોવાથી મારા હેલિકોપ્ટરને રોકાયું હતું.અને હું ત્યારે પીએમપદનો ઉમેદવાર જાહેર થયો હોવાથી કોંગ્રેસે કિન્નાખોરી કરી હતી. વિપક્ષોને કામ નહીં કરવા દેવાની કોંગ્રેસની માનસિકતા બદલાઈ નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.