અમદાવાદ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કોર્ટે દોષીઓને સજા સંભળાવી દીધી છે. 49 દોષીઓમાંથી 38 દોષીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે અને જ્યારે બાકીના 11દોષીઓને આજીવન કારાવાસની સજા સંભળાવવામાં આવી છે. દેશમાં પહેલીવાર એવું થયું છે, જ્યારે એક જ કેસમાં આટલી મોટી સંખ્યામાં દોષીઓને ફાંસીની સજા સંભળાવવામાં આવી હોય. 2008માં અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા અને જેમાં કુલ 56 લોકોએ જીવ ગુમાવ્યા હતા 8 ફેબ્રુઆરીના રોજ સ્પેશિયલ કોર્ટે આ તમામને દોષી જાહેર કર્યા હતા અને 28 આરોપીઓને નિર્દોષ છોડી દીધા હતા. આ કેસમાં સ્પેશિયલ કોર્ટમાં 13 વર્ષથી સુનાવણી ચાલી રહી છે.
અમદાવાદ સિરિયલ બ્લાસ્ટમાં 78 આરોપી હતા. એક આરોપી પછી સરકારી સાક્ષી બની હયો અને આ કારણે કુલ 77 આરોપી બન્યા હતા. 13 વર્ષ ચાલેલી સુનાવણી દરમિયાન 1163 સાક્ષીઓના સ્ટેટમેન્ટ રેકોર્ડ કરવામાં આવ્યા હતા અને પોલીસ અને કાયદાકીય એજન્સીઓએ 6000થી વધુ પુરાવા રજૂ કર્યા હતા.
અમદાવાદની સ્પેશિયલ કોર્ટના જજ અંબાલાલ પટેલે 6752 પેજના ફેસલામાં 49 આરોપીઓને દોષી ઠેરવ્યા છે અને જ્યારે 28ને પુરાવાના અભાવે છોડી દીધા હતા. આવું દેશમાં પહેલીવાર થયું છે, જ્યારે એકસાથે 49 આરોપીઓને આતંકવાદના આરોપમાં દોષી ઠેરવાયા હોય. દોષીઓને IPSની કલમ 302 અને UAPA અંતર્ગત દોષી ઠેરવવામાં આવ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.