સુનાવણીમાં ઇન્સ્પેક્ટર કોકા કોલા પીતા દેખાતા જાણો જજે સંભળાવી એવી સજા કે ચોકી જશો તમે

ગુજરાત હાઇ કોર્ટે એક પોલીસ અધિકારીને આડે હાથ લીધા છે. ગુનો એ થઈ ગયો કે વર્ચુઅલ સુનાવણી દરમિયાન આ પોલીસ અધિકારી કોકા કોલા પીતા નજરે પડી ગયા અને જ્યારે જજની નજર તેમના પર પડી તો તેમણે તાત્કાલિક અધિકારીનો ક્લાસ લઈ લીધો.અને ગુજરાત હાઇ કોર્ટ દ્વારા વર્ચુઅલ સુનાવણીની સજા સંભળાવવામાં આવી રહી હતી ત્યારે જ જજે જોયું કે ઇન્સ્પેક્ટર એ.એમ. રાઠોર કોકા કોલા પી રહ્યા હતા. જ્યારે ગુજરાત હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ અરવિંદ કુમારની તેમના પર નજર પડી તો તેમને સુનાવણી વચ્ચે જ છોડતા તાત્કાલિક પૂછ્યું કે મિસ્ટર દેવરાની, શું મિસ્ટર રાઠોર કોકા કોલા પી રહ્યા છે?

અમને અંદરનું કન્ટેન્ટ તો ખબર નથી પરંતુ એ કોક કોલા પ્રતિત થાય છે. પોલીસ ઇન્સ્પેક્ટરે તાત્કાલિક જજો પાસે માફી માગી પરંતુ તેમને એવી જ રીતે છોડી દેવામાં ન આવ્યા. પહેલા ચીફ જસ્ટિસ અરવિંદ કુમારે પૂછ્યું કે જો આ વર્ચુઅલ ન હોઈને કોર્ટની અંદર સુનાવણી હોત તો શું તેઓ કોકા કોલાની કેન અંદર લઈને આવી જતા? શું કોઈ પોલીસ અધિકારી આવી રીતે વર્તન કરે છે? એટલું કહ્યા બાદ બેન્ચે એક જૂનો કિસ્સો શેર કર્યો. કહેવામાં આવ્યું કે એક વખત સુનાવણી દરમિયાન એક વકીલ સમોસા ખાતા દેખાઈ ગયા હતા.

હવે અમને સોમોસા ખાવાથી પરેશાની નથી પરંતુ સુનાવણી દરમિયાન ખાવું ખોટું છે કેમ કે બીજાઓને પણ ખાવાનું મન પણ થઈ શકે છે અને એવામાં અથવા તો તેઓ પોતે સમોસા ન ખાય કે પછી ત્યાં ઉપસ્થિત બધા લોકોને સમોસા આપે. હવે આ ઘટનામાં જજે પોલીસ અધિકારીને સજા તરીકે બાર એસોસિએશનમાં 100 કોકા કોલાની કેન આપવાનો આદેશ સંભળાવી દીધો. કહેવામાં આવ્યું કે જો અનુશાસનિક કાર્યવાહી ઇચ્છતા ન હોય તો સાંજ સુધીમાં કોકા કોલાની કેન મળી જવી જોઈએ.

આ ઘટના એ સમયે બની જ્યારે કોર્ટ વર્ષ 2019મા અમદાવાદમાં 2 મહિલાઓને પોલીસ દ્વારા માર કરવાનો આક્ષેપ કેસની સુનાવણી કરી રહી હતી. આ દરમિયાન શહેર પોલીસ કમિશનર સંજય શ્રીવાસ્તવ કોર્ટમાં હાજર રહ્યા હતા. સમગ્ર ઘટનામાં કોર્ટ દ્વારા પોલીસ કર્મચારી સામે નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી કારણે કે મહિલા દ્વારા 2 મહિલાઓને માર મારવામાં આવ્યો હતો. કોર્ટ દ્વારા જે તપાસના આદેશ આપવામાં આવ્યા હતા તેનો રિપોર્ટ 25 ફેબ્રુઆરી સુધીમાં બંધ કવરમાં રજૂ કરવા કહેવામાં આવ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.