ભારત અને વેસ્ટ ઈન્ડીઝ વચ્ચે શુક્રવારે કોલકાતામાં બીજી T20 મેચ રમાઈ હતી. ભારતીય ટીમે આ મેચમાં જીત મેળવવા સાથે જ 3 મેચોની T20 સીરિઝમાં 2-0ની અજેય લીડ બનાવી લીધી છે. ભારતીય ટીમ જ્યારે ફિલ્ડિંગ કરી રહી હતી એ સમયે ખેલાડીઓથી 2-3 કેચ છૂટી ગયા અને રવિ બિશ્નોઈ સિવાય એક કેચ ભુવનેશ્વર કુમારથી પણ છૂટી ગયો ત્યારબાદ કેપ્ટન રોહિત શર્માએ ગુસ્સામાં બોલને લાત મારી દીધી હતી. મેચ બાદ જ્યારે પ્રેઝેન્ટેશન સેરેમની થઈ રહી હતી ત્યારે કમેન્ટેટર હર્ષ ભોગલેએ પણ રોહિત શર્માને મજાકમાં તેને લઈને સવાલ પૂછી નાખ્યો જેના પર રોહિત શર્મા હસી પડ્યો.
હર્ષા ભોગલેએ સવાલ કર્યો કે શું આજે ફિલ્ડિંગમાં કોઈક અભાવ દેખાયો? આ સવાલના જવાબમાં રોહિત શર્માએ કહ્યું કે હાં, અમે ફિલ્ડિંગમાં કંઈક ઢીલા હતા પરંતુ અમે પ્રયત્ન કરીશું કે આગામી સમયમાં આ પ્રકારની ભૂલો ઓછી કરવાનો પ્રયત્ન કરીએ કેમ કે અમારી ગણતરી બેસ્ટ ફિલ્ડિંગ સાઇડમાં થાય છે. અને હર્ષા ભોગલેએ તેની સાથે જ કહ્યું કે આજે કેપ્ટને પોતે પણ બોલને લાત મારી હતી જેના પર રોહિત શર્મા પોતે પણ હસી પડ્યો. જ્યારે ભુવનેશ્વર કુમાર બીજી ઇનિંગમાં 16મી ઓવર કરી રહ્યો હતો એ સમયે તેણે રોવમેન પોવેલનો કેચ છોડી દીધો હતો.
રોહિત શર્મા દ્વારા બોલને લાત મારવાથી ભારતીય ટીમને નુકસાન પણ થયું કેમ કે બોલ દૂર જતો રહ્યો હતો અને એટલામાં વેસ્ટ ઇન્ડીઝના બેટ્સમેનોએ એકસ્ટ્રા એક રન બનાવી લીધો હતો.અને કોલકાતાના ઇડન ગાર્ડન્સમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ટીમે 8 રનથી જીત મેળવીને સીરિઝ પર કબજો કરી લીધો હતો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.