આરોપીઓના ગુના અને તેમના વલણ જ રેરેસ્ટ ઑફ ધ રેર કક્ષાના,જેથી તમને માટે ફાંસી જ વિકલ્પ

અમદાવાદમાં વર્ષ 2008માં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ અને સુરતમાં પણ શ્રેણીબદ્ધ વિસ્ફોટ કરવાના કાવતરાના કેસમાં ખાસ અદાલતે 38 દોષિતેાને ફાંસી અને 11ને આજીવન કારાવાસની સજા ફટકારેલી છે. આ ચુકાદામાં ખાસ અદાલતે નોંધ્યું છે કે, આ કેસ રેરેસ્ટ ઓફ ધ રેર કેસ શા માટે છે અને જેમાં, કોર્ટનુ અવલોકન છે કે, આરોપીઓએ કરેલા શ્રેણીબદ્ધ વિસ્ફોટના લીધે નિર્દોષ લોકો અને પશુ-પંખીઓના મોત થયા છે, અનેક લોકોને ગંભીર ઈજાઓ થઈ છે, સરકારી તથા ખાનગી મિલકતોને કરોડો રુપિયાનુ નુકસાન થયેલુ છે.

આ ઘટનાની લીધે ગુજરાત સહિત સમગ્ર દેશ હચમચી ઉઠેલો અને આરોપીઓએ સમાજમાં રહેલી શાંતિને અશાંતિમાં પરિવર્તિત કરેલી, જેથી તેમને સમાજમાં રાખવા યોગ્ય નથી. આરોપીઓ દેશમાં રહીને દેશ વિરોધી પ્રવૃત્તિ કરતા રહેલા. આરોપીઓેને દેશ કે રાજ્યની બંધારણથી ચુંટાયેલી સરકાર પર માન-સન્માન જ નથી. એક-બે આરોપીઓએ તો એ પણ કહેલુ કે તેઓ ભારતની સરકાર કે તેના કાયદાને માનતા જ નથી અને તેઓ તો માત્ર અલ્લાહમાં જ માને છે. ભારતમાં એવી એક પણ એવી જેલ નથી કે જે તેમને કાયમ માટે જેલમાં રાખી શકે. આ સ્થિતિમાં રાષ્ટ્રએ કે સરકારે તેમને જેલમાં રાખીને નિભાવવાની કોઈ જરુર જણાતી નથી. આ ગુનેગારનો તો પડછાયો પણ સમાજમાં રાખવો અતિ જોખમી ગણાય. આ કાવતરુ રચનારા અને તેમાં મદદ કરનારાઓને દેહાંત દંડની જ સજા થવી જોઈએ.

કોર્ટે નોંધ્યું હતું કે, ‘કાયદામાં રેરેસ્ટ ઓફ રેર કેસની કોઈ વ્યાખ્યા નથી અને જો અદાલત યોગ્ય સજા ફરમાવે નહીં તો ગુનામાં ભોગ બનનારાઓની સાથે સાથે સમગ્ર સમાજ પ્રત્યે અદાલતે પોતાની ફરજ નિભાવી નથી, તેવુ કહેવાશે. સમાજના દરેક વ્યક્તિની અપેક્ષા હોય છે કે, ગંભીર કે અતિ ગંભીર પ્રકારના ગુનાઓ આચરનારાઓને યોગ્ય સજા થાય. આ બાબતને અદાલતે કાયદાની મર્યાદામાં રહી પૂર્ણ કરવી જોઈએ.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.