રાજ્યમાં ગળે ચપ્પુ મારવાના બનાવો વધ્યા છે,સુરતમાં ગ્રીષ્મા ની ગળું કાપી હત્યા થયા બાદ ગાંધીનગરમાં પણ સગીરા ના ગળા ઉપર પણ ચપ્પુ ફેરવવાનો બનાવ બન્યો અને હવે દિયોદરમાં યુવતીએ ગળા ઉપર ચપ્પુ ફેરવતા ભારે ચકચાર મચી છે.વિગતો દિયોદર તાલુકાના લીલાધર ગામે રહેતી 17 વર્ષીય સગીરા છ દિવસ અગાઉ ગામની દુધ મંડળીએ દૂધ ભરી પોતાની ભત્રીજી સાથે પરત આવતી હતી તે સમયે રસ્તામાં તેનો ફોઇનો છોકરો મહેશભાઇ બિજોલભાઇ દેવીપૂજક મળ્યો હતો અને તેણે સગીરા ને ચાલ આપણે ભાગી જઈએ તેવું કહેતાં સગીરાએ ના પાડતાં તુ મારી સાથે નહીં આવે તો તને જાનથી મારી નાંખીશ જીવતી રહેવા નહીં દઉ તેમ ધમકી આપી ત્યાંથી ચાલ્યો ગયો હતો.
ગભરાયેલી સગીરા ઘરે પહોંચી હતી. અને ઘરે કોઇ ન હતુ. ત્યારે બપોરના સમયે શાકભાજી સમારવાનું ચપ્પું લઇ પોતાની જાતે જ પોતાના ગળુ કાપવાનો કર્યો હતો. જેમાં ગંભીર ઇજા થતાં પરિવારજનોએ તેણીને દિયોદર સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવી હતી અને આ અંગે સગીરાએ દિયોદર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતાં પોલીસે મહેશભાઇ દેવીપૂજક સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.સગીરાના પરિવારમાં તેના માતાપિતા હયાત નથી ત્રણ ભાઇઓ અને ત્રણ બહેનો છે અને જે તમામના લગ્ન થયેલા હોવાનું જાણવા મળ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.