કેન્દ્ર સરકારે કવિ અને આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા કુમાર વિશ્વાસ(Kumar Vishwas)ને CRPF સુરક્ષા સાથે Y શ્રેણીની સુરક્ષા આપી છે. કુમાર વિશ્વાસ હવે CRPF જવાનોની સુરક્ષા હેઠળ રહેશે.
ગૃહ મંત્રાલયે કુમાર વિશ્વાસ(Kumar Vishwas)ને Y શ્રેણીની સુરક્ષા આપવાનો મોટો નિર્ણય લીધો છે અને કુમાર વિશ્વાસ પોતાના નિવેદનોને કારણે ખાલિસ્તાન તરફી લોકોના નિશાના પર છે અને તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે. કુમાર વિશ્વાસના જીવને ખતરાની આશંકાને કારણે તેમને આ સુરક્ષા આપવામાં આવી છે.
બીજી તરફ, કવિઓના એક સમૂહે શનિવારે આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અરવિંદ કેજરીવાલ પાસેથી માફીની માંગણી કરતા આરોપ લગાવ્યો કે કેજરીવાલે તેમના ભૂતપૂર્વ સાથીદાર કુમાર વિશ્વાસના આરોપોનું ખંડન કરતા કવિઓનું અપમાન કર્યું છે. તેમજ કેજરીવાલ પર ગંભીર આરોપ લગાવતા વિશ્વાસે ખાલિસ્તાનના સમર્થકો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાની વાત કરી હતી.
એક ખુલ્લા પત્રમાં, કવિઓએ કહ્યું કે તેઓ કેજરીવાલ દ્વારા તેમની ઉપહાસ કરવાના કથિત પ્રયાસથી દુઃખી થયા છે અને કહ્યું કે તેમણે કવિઓનું “અપમાન” કરવાને બદલે આરોપોનો સામનો કરવા તથ્યો સાથે બોલવું જોઈતું હતું.
કુમાર વિશ્વાસે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો હતો કે દિલ્હીના મુખ્યમંત્રી પંજાબમાં અલગતાવાદીઓના સમર્થક છે.અને વિશ્વાસના આ આરોપ બાદ તમામ રાજકીય પક્ષો કેજરીવાલને સવાલો પૂછી રહ્યા છે.
‘Y’ શ્રેણીની સુરક્ષામાં 8 કર્મચારીઓનો સમાવેશ થાય છે અને જેમાં 1 અથવા 2 કમાન્ડો અને પોલીસ કર્મચારીઓનો સમાવેશ થઈ શકે છે. સૂત્રોનું કહેવું છે કે કુમાર વિશ્વાસની સુરક્ષાની જવાબદારી CRPF જવાનોની રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.