લગ્નમાં જતી વખતે નદીમાં કાર ખાબકતા વરરાજા સહિત 9 લોકોના મોત થયા પાઘડી તરતી રહી

રાજસ્થાનના કોટાના નયાપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં સ્થિત ચંબાલ નદી પર આવેલાની નાના પુલ પર મોડી રાતે લગ્ન માટે જઈ રહેલી એક કાર નદીમાં પડી ગઈ હતી. તેમાં વરરાજા સહિત 9 લોકોના મોત થઈ ચૂક્યા છે. પ્રાથમિક જાણકારી મુજબ આ જાન ચોથ કા બરવડાથી ઉજ્જૈન જઈ રહી હતી. જે કાર નદીમાં ડૂબી અને તેમાં સવાર વર સહિત 9 લોકો સવાર હતા. 9 લોકોના મોતની પુષ્ટિ કરવામાં આવી છે જ્યારે એક વ્યક્તિ ગંભીર રૂપે ઇજાગ્રસ્ત છે. એટલા મોટા અકસ્માતની જાણકારી મળતા જ જિલ્લા પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું અને રેસ્ક્યૂ ટીમની સહાયતાથી કારને બહાર કાઢવામાં આવી.

ઘટનાસ્થળ પર ભારે પોલીસ અને લોકોની ભીડ જમા થઈ ગઈ છે. અકસ્માતના સમાચાર મળતા જ ઉચ્ચ અધિકારી, પોલીસ પોલીસ અધિકારી, પોલીસ પ્રશાસન અને જિલ્લા પ્રશાસન ઘટનાસ્થળે પહોંચી ગયું છે. અને બીજી તરફ લોકસભાના અધ્યક્ષ ઓમ પ્રકાશ બિરલાએ આ ગંભીર અકસ્માત પર દુઃખ વ્યક્ત કર્યું છે.

સ્પીકર ઓમ બિરલાએ કહ્યું કે ઘણા લોકોનું અસામયિક નિધન હૃદયદ્રાવક છે તેમના પરિવારજનો પ્રત્યે મારી સંવેદનાઓ. મૃતકોની ઓળખ અવનીશ વાલ્મિકી, વર (રહે. ચોથ કા બરવાડા), કેશવ, વરનો ભાઈ (રહે ચોથ કા બરવાડા).

ઇસ્લામ ખાન, કાર ચાલક (રહે. ચોથ કા બરવાડા), કુશાલ (રહે. ટોંક ફાટક, જયપુર), શુભમ (રહે. ટોંક ફાટક, જયપુર), રાહુલ (રહે. ટ્રાન્સપોર્ટ નગર, જયપુર), રોહિત ( રહે. ટોંક ફાટક, જયપુર), વિકાસ (રહે. ઘાટ ગેટ, જયપુર), મુકેશ (રહે. માલવીય નગર, જયપુર)ના રૂપમાં થઈ છે. હાલમાં જ ગાઝિયાબદમાં પણ એવો જ દર્દનાક અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં ત્રણ યુવકોના મોત થઈ ગયા હતા. ઇન્દિરાપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લગભગ રાત્રે 1 વાગ્યે વસુંધરા-ઇન્દિરાપૂરમ કનાવના પુલ પર પુરપાટ ઝડપે કાર હિંડન નહેરમાં પડી ગઈ હતી.

ઘટનાસ્થળ પર પહોંચેલી પોલીસ ક્રેનના માધ્યમથી કાર કાઢી. અકસ્માતમાં કાર સવાર ત્રણેય યુવકોના મોત થઈ ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે ખોડાના દીપક વિહાર વિસ્તારના રહેવાસી આ ત્રણેય યુવકોનું મોત નહેરમાં ડૂબવાના કારણે થયું. યુવકોની ઓળખ ખોડાના રહેવાસી લલીત, દેબૂ અને સોનૂના રૂપમાં થઈ હતી. મળેલી જાણકારી મુજબ ત્રણેય યુવક કનાવના પુલ ઇન્દિરાપુરમ પાસે એમ્બિએન્સ મોલની અંદર પોતાની કારથી લગ્ન સમારોહમાં સામેલ થવા ગયા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.