દ્રઢ નિશ્ચય અને અથાગ પરિશ્રમ કરવામાં આવે તો કોઈપણ ક્ષેત્રમાં સફળતા મેળવી શકાય છે. આ વાત રીવા જિલ્લાના એક છોકરાએ સાબિત કરી છે. રીવા જિલ્લાના હરિહરપુરમાં રહેતા કુલદીપ સેન માટે IPL ઓક્શનમાં રાજસ્થાન રોયલ્સે 20 લાખ રૂપિયાની બોલી લગાવી છે. ફાસ્ટ બોલર કુલદીપ સેનને 134માં નંબર પર રાખવામાં આવ્યો છે. હાલ કુલદીપ સેન ગુજરાતના રાજકોટમાં અભ્યાસ કરી રહ્યો છે. અને વર્ષ 2018માં રણજીમાં રમતા પંજાબની અડધી ટીમને એકલા હાથે પેવેલિયન ભેગી કરી હતી. તેના પિતા સલૂન ચલાવે છે.
કુલદીપ સેનના પિતા રામપાલ સેને જણાવ્યું કે, ઘરની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. હું પોતે સલૂનની દુકાન ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવતો હતો. પાંચ ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરના કુલદીપ સેનની ક્રિકેટમાં રુચિ જોતા તેના પિતાએ ક્યારેય તેને માટે આર્થિક તંગી ના આવવા દીધી.અને ભલે અન્ય ખર્ચાઓમાં કાપ ભલે કરવો પડ્યો હોય.
કુલદીપ સેનની મમ્મી ગીતા સેનના જણાવ્યા અનુસાર, કુલદીપ સેનનો જન્મ 22 ઓક્ટોબર, 1996માં રીવા જિલ્લાના નાનકડા ગામ હરિહરપુરમાં થયો હતો. જ્યારે તે 8 વર્ષનો હતો ત્યારે તે નાના-નાના બાળકો સાથે ક્રિકેટ રમતો હતો. જેમ-જેમ મોટો થયો તો ગામની શેરીઓમાં અને શહેરમાં ક્રિકેટ રમવાનું શરૂ કર્યું. 2014માં તે ક્રિકેટને લઈને એક્ટિવ થઈ ગયો. તેમણે કહ્યું કે, પોતાના જિલ્લાના અવધેશ પ્રતાપ સિંહ યુનિવર્સિટી સ્ટેડિયમમાં રીવા ક્રિકેટ એસોસિએશન તરફથી રમવાનું શરૂ કરી દીધુ. ત્યારબાદ તેણે ક્યારેય પાછા ફરીને નથી જોયુ. ફાસ્ટ બોલર કુલદીપ સેન અત્યારસુધી 14 રણજી મેચોમાં 43 વિકેટ લઈ ચુક્યો છે.
કુલદીપ સેનની IPL સિઝન 2022માં રાજસ્થાન રોયલ્સે પસંદગી કરીને પોતાની ટીમમાં સામેલ કર્યો છે. તે IPLની સિઝનમાં રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે. કુલદીપના સિલેક્શનથી ઘર-પરિવાર ઉપરાંત સમગ્ર વિંધ્ય જિલ્લામાં ખુશીનો માહોલ છે અને સાથે જ તે બધા પોતાના જિલ્લાના આ ખેલાડી માટે ગૌરવની લાગણી અનુભવી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.