મણિપુરમાં રવિવારે એક IED બ્લાસ્ટની ઝપેટમાં આવી જતાં ઈન્ડો-તિબેટિયન બોર્ડર પોલીસ ના બે જવાન ઘાયલ થયા હતા. અધિકારીઓએ આ માહિતી આપી હતી.અને મણિપુરમાં વિધાનસભા ચૂંટણી અંતર્ગત બે તબક્કામાં 28 ફેબ્રુઆરી અને 5 માર્ચે મતદાન થવાનું છે. મતગણતરી 10 માર્ચે થશે.
અધિકારીઓએ જણાવ્યું કે આ ઘટના રાજ્યની રાજધાની ઇમ્ફાલથી લગભગ 45 કિલોમીટર દૂર કાકચિંગ જિલ્લાના વાંગુ તેરા વિસ્તારમાં રાત્રે 8 વાગ્યાની આસપાસ બની હતી. અને તેમણે કહ્યું કે વિસ્ફોટમાં કોન્સ્ટેબલ ગૌરવ રાય અને ગિરિજા શંકર ઘાયલ થયા છે.
અધિકારીઓએ જણાવ્યું કે જ્યારે વિસ્ફોટ થયો ત્યારે રાજ્ય પોલીસના કર્મચારીઓ સાથે ITBPની એક ટીમ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહી હતી.અને આ જવાનો રાજ્યમાં ચૂંટણી ફરજ માટે તૈનાત ITBP બટાલિયનનો ભાગ છે. કાકચિંગની સિવિલ હોસ્પિટલમાં દાખલ ઘાયલ જવાનોની હાલત ખતરાની બહાર હોવાનું કહેવાય છે.
અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલ કોન્સ્ટેબલ ગૌરવ રાય અને ગિરિજા શંકર રાજ્ય પોલીસ સાથે પેટ્રોલિંગમાં હતા. આ બંને ચૂંટણી ફરજ પર તૈનાત 610 બટાલિયનના સૈનિક છે.અને બંનેને જિલ્લાની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. બંનેની હાલત હાલ સુધારા પર છે.
મણિપુરમાં પ્રથમ તબક્કાની ચૂંટણીને આડે વધુ સમય બાકી નથી, પરંતુ તે પહેલા હિંસાની ઘટનાઓએ રાજ્યમાં તણાવ વધારી દીધો છે.અને પૂર્વ ઇમ્ફાલ જિલ્લાના એન્ડ્રો મતવિસ્તારમાં શુક્રવારે સાંજે ગંભીર હિંસા ફાટી નીકળી હતી, જેમાં ઓછામાં ઓછા સાત લોકો ઘાયલ થયા હતા અને લગભગ 6 ઘરો અને 5 કારને ગંભીર નુકસાન થયું હતું.
રાજ્યના સીએમ એન બિરેન સિંહે આ ઘટનાઓ પર ખેદ વ્યક્ત કર્યો છે.અને મુખ્યમંત્રીએ આરોપ લગાવ્યો કે વિપક્ષી ઉમેદવારો તેમની સુરક્ષા માટે આપવામાં આવેલી સુરક્ષાનો દુરુપયોગ કરી રહ્યા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.