સુરતમાં 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ બન્યો હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું કરૂણ મોત નીપજ્યું

સુરતમાં વધતી જતી ગુનાખોરી હવે એક ચિંતાનો પ્રશ્ન બન્યો છે. ખાસ કરીને ગ્રીષ્મા વેકરિયાની સરાજાહેર થયેલી હત્યા બાદ સુરત ઘણું ચર્ચામાં છે. અહીયા જે રીતે ક્રાઈમનો ગ્રાફ વધી રહ્યો છે. તે આપણા સમાજ માટે એક ગંભીર વિષય બન્યો છે અને ત્યારે વધુમાં ફરી અહિયા એક આવવોજ બનાવ સામે આવ્યો છે જેના કારણે હડકંપ મચી ઉઠ્યો છે.

શહેરના કામરેજમાં વિસ્તાારમાં એક 11 વર્ષની બાળકી સાથે દુષ્કર્મનો બનાવ સામે આવ્યો છે. જેના કારણે આસપાસના વિસ્તારમાં ચકચાક મચી જવા પામી છે. સાથેજ લોકોમાં પણ રોષનો માહોલ જોવા મળી રહ્યો છે અને જોળવામાં આવેલ એક બિલ્ડીંગમાં આ બાળકીને લઈ જઈને આરોપીએ તેની સાથે દુષ્કર્મ આચર્યુ હતું.

ઘટનાને કારણે બાળકીને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. પરંતુ સારવાર દરમિયાન બાળકીનું મોત નિપજ્યું છે.અને જેથી આ ઘટનાને લઈને LCB અને SOGની ટીમ પણ દોડતી થઈ ગઈ છે અને આરોપીને શોધવા પોલીસ પણ દોડતી થઈ ગઈ છે.

ઉલ્લેખનીય છે કે ઘટનાની જાણ તથજા નવસારી જિલ્લાના ઈન્ચાર્જ પોલીસ વડા પણ હોસ્પિટલ પહોચ્યા હતા. ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને સાથેજ આરોપીને ઝડપી પાડવા માટે પોલીસે તેના તપાસના ચક્રો ગતિમાન કર્યા છે. પરંતુ બનાવને કારણે લોકોમાં હવે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.