હવે પાકિસ્તાનમાં સરકારી સંસ્થાઓ વિરુદ્ધ ઉઠતા અવાજોને સહન કરી લેવામાં આવશે નહીં. આ સંબંધમાં પાકિસ્તાન કેબિનેટે શનિવારે એક ઠરાવ પસાર કર્યો હતો. આ અંતર્ગત ટીવી ચેનલો પર સરકારી સંસ્થાઓની ટીકા કરવા પર હવે પાંચ વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે. જેમાં સેના, ગુપ્તચર સંસ્થા ISI અને ન્યાયતંત્ર જેવી સંસ્થાઓનો સમાવેશ થાય છે. અને આનાથી જાણવા મળે છે કે પાકિસ્તાન ઝડપથી સરમુખત્યારશાહી તરફ આગળ વધી રહ્યું છે.
મળતી માહિતી અનુસાર, પાકિસ્તાન સરકારે એક વટહુકમ દ્વારા ઈલેક્ટ્રોનિક ક્રાઈમ્સ પ્રિવેન્શન એક્ટમાં સુધારો કર્યો છે. રવિવારે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ તેના પર હસ્તાક્ષર કર્યા, ત્યારબાદ હવે તે કાયદો બની ગયો છે. પાકિસ્તાની ન્યૂઝ વેબસાઈટે સૂત્રોને ટાંકીને કહ્યું કે કેબિનેટે ચૂંટણી પંચની આચાર સંહિતાના નિયમોમાં ફેરફારને પણ મંજૂરી આપી છે.
નવા કાયદા મુજબ હવે સાંસદો અને મંત્રીઓને દેશભરમાં તેમના મનપસંદ ઉમેદવાર માટે પ્રચાર કરવાની છૂટ આપવામાં આવશે. કેબિનેટની મંજૂરી બાદ પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ બંને કાયદા પર હસ્તાક્ષર કર્યા. આ કાયદાઓ અમલમાં આવ્યા પછી પાકિસ્તાનમાં સરકારી સંસ્થાઓની ટીકા કરવાથી પાંચ વર્ષ સુધીની જેલ થઈ શકે છે, આ સજા પહેલા ત્રણ વર્ષની હતી. હવે આ સજા પાંચ વર્ષની થઈ ગઈ છે. અને આ કાયદા હેઠળ આવરી લેવાયેલા કેસોની દેખરેખ હાઈકોર્ટ દ્વારા કરવામાં આવશે અને નીચલી અદાલતોએ છ મહિનામાં મામલો પૂરો કરવાનો રહેશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.