એશેજ સીરિઝમાં 0-4થી મળેલી શરમજનક હાર બાદ ઇંગ્લેન્ડના ઘણા પૂર્વ ખેલાડીઓના નિશાના પર ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) રહી છે. હવે શ્રીલંકન પૂર્વ કોચ મિકી આર્થરનું નામ પણ આ લિસ્ટમાં જોડાઈ ગયું છે. એશેજ સીરિઝમાં હાર બાદ ઇંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઇકલ એથર્ટન સહિત ઘણા પૂર્વ ખેલાડીઓએ એશેજ અને ટેસ્ટ ક્રિકેટમાં ખરાબ પ્રદર્શનનો દોષનો ટોપલો IPL પર ઠાલવ્યો છે.અને હવે હાલમાં જ કાઉન્ટી ડર્બીશાયર સાથે જોડાયેલા મિકી આર્થરે પણ આ લીગ પર ઠીકારો ફોડ્યો છે.
હાલમાં જ સમાપ્ત થયેલા મેગા ઓક્શનમાં કુલ 11 જ ઇંગ્લિશ ખેલાડીઓને ખરીદદાર મળી શક્યા. પૂર્વ ઓસ્ટ્રેલિયન કોચના જણાવ્યા મુજબ ઇંગ્લેન્ડના ક્રિકેટર્સે ટેસ્ટ ક્રિકેટરમાં સારી રમત દેખાડવા માટે IPLમાં ભાગ લેવો બંધ કરવો જોઈએ. સાથે જ મિકી આર્થરે કહ્યું કે એશેજમાં ઇંગ્લેન્ડની ટીમ જરૂરી રન ન બનાવી શકી, જો તમારે કોઈ પર દોષનો ટોપલો નાખવો હોય તો તેનું માત્ર એક જ કારણ છે અને કાઉન્ટી ક્રિકેટને તમે દોષ નહીં આપી શકો. મિકી આર્થર ઇંગ્લેન્ડની ઘરેલુ કાઉન્ટી ક્રિકેટનો બચાવ કરતા નજરે પડ્યા.
તેમણે કહ્યું કે લાંબા સમય સુધી કાઉન્ટી ક્રિકેટે તમને શાનદાર ક્રિકેટર્સ આપ્યા છે. મને નથી લાગતું કે આ સિસ્ટમ સાથે કોઈ પરેશાની છે અને જો તમારે કાઉન્ટીની શરૂઆતી સીઝનમાં સારા ખેલાડી જોઈએ તો તેમને IPL રમતા રોકવા પડશે. મિકી આર્થરે કહ્યું કે તમારા ખેલાડી સીઝન પહેલા ટેસ્ટની સારી તૈયારી માટે કાઉન્ટીની શરૂઆતી સીઝનની જગ્યાએ બહાર હિસ્સો લે છે.અને તમારા ખેલાડીઓએ સારી તૈયારી માટે કાઉન્ટીમાં જ રમવું જોઈએ. ઇંગ્લેન્ડે એશેજ સીરિઝમાં હાર બાદ કોચ ક્રિસ સિલ્વરવુડને પદ પરથી સસ્પેન્ડ કરી દીધા હતા.
ક્રિસ સિલ્વરવુડ સાથે જ કેપ્ટન જો રુટ પર પણ તલવાર લટકી રહી હતી પરંતુ તેની કેપ્ટન્સી સુરક્ષિત છે. ઈંગ્લેન્ડ માટે વર્ષ 2021 ખરાબ વર્ષ રહ્યું. એશેજમાં 0-4થી હાર સિવાય તે ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ ઘરેલુ સીરિઝમાં હારી અને ભારત વિરુદ્ધ પણ ઘરેલુ સીરિઝમાં 2 મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. 4 મેચોની સીરિઝ ભારતીય ટીમ 2-1થી આગળ ચાલી રહી હતી પરંતુ ખેલાડીઓ અને સ્ટાફમાં કોરોના વાયરસની એન્ટ્રી થતા આ સીરિઝ સ્થગિત કરી ભારતીય ટીમ આવતી રહી હતી.
એ સમયે એવા પણ અનુમાન લગાવવામાં આવી રહ્યા હતા કે IPLને ધ્યાનમાં લઈને ભારતીય ટીમ આ સીરિઝ પડતી મૂકીને પાછી ફરી ગઈ. 4 મેચોની સીરિઝમાં બાકી બચેલી મેચ આ વર્ષે થઈ શકે છે પરંતુ જોવાનું એ રસપ્રદ રહેશે કે તેને 4 ટેસ્ટ મેચોની સીરિઝ સાથે જોડવામાં આવશે કે પછી એક મેચની જ સીરિઝ ગણાશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.