90ના દાયકાના જાણીતા અભિનેતા સુનીલ શેટ્ટીને આજે કોઈ ઓળખની જરૂર નથી. સુનીલ શેટ્ટી આજે ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ છે. સુનીલ શેટ્ટીએ લગભગ દરેક પ્રકારનું પાત્ર ભજવ્યું છે. થોડા સમય પછી તેણે કેટલીક ફિલ્મોમાં વિલનની ભૂમિકા પણ ભજવી. તેણે તેની કારકિર્દીમાં એકથી વધુ સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે.પરંતુ એક સમય એવો હતો જ્યારે સુનીલ શેટ્ટીના પિતાએ ઘણી મુશ્કેલીઓનો સામનો કરીને તેનો ઉછેર કર્યો હતો
એક ઇન્ટરવ્યુ દરમિયાન સુનીલ શેટ્ટીએ જ તેના પિતા સાથે જોડાયેલા સંઘર્ષ વિશે વાત કરી હતી.અભિનેતાએ જણાવ્યું હતું કે તેના પિતા વીરપ્પા શેટ્ટી એક સફાઈ કામદાર હતા.અને સુનીલ શેટ્ટીએ જયારે તેના પિતાના સંઘર્ષ વિશે વાત કરી રહ્યો હતો ત્યારે તેઓ ભાવુક થઇ ગયો હતો.
આ વિશે વાત કરતાં સુનીલે કહ્યું, ‘મારા પિતા માત્ર 9 વર્ષની ઉંમરે મુંબઈ આવી ગયા હતા. જ્યારે પણ કોઈ મને પૂછે છે કે મારો હીરો કોણ છે તો હું મારા પિતાનું નામ લઉં છું. મને મારા પિતા પર ગર્વ છે અને તેઓ જે અવિશ્વસનીય જીવન જીવ્યા છે તે મને વધુ ગર્વ આપે છે.અને મારા પિતા સફાઈ કામદાર હતા પરંતુ તેમને તેમના કામ અંગે ક્યારેય શરમ અનુભવી નથી અને આ જ વસ્તુ મને મારા પિતાએ જ શીખવી છે.
સુનીલે વધુમાં કહ્યું ‘મારા પિતાએ જીવન ગુજારવા માટે જે કંઈ પણ કર્યું તેમાં તેમને ક્યારેય શરમ નથી. આશ્ચર્યજનક વાત તો એ છે કે જે બિલ્ડીંગો તેમણે સફાઈકર્મી તરીકે કામ કર્યું હતું તેના તેઓ મેનેજર બની ગયા હતા.અને પછી તેઓ આ જ તમામ બિલ્ડીંગોના માલિક પણ બની ગયા. તેમણે મને હંમેશા શીખવ્યું કે જે પણ કામ કર તેના પર હંમેશા ગર્વ કર…
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.