ટીમ ડેવિડે પસંદ કરી પોતાની ઓલટાઇમ પ્લેઇંગ XI, આ 2 ભારતીય ખેલાડીને આપ્યું સ્થાન …

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB)ના ખેલાડી ટિમ ડેવિડે એક સ્પોર્ટ્સ વેબસાઇટ સાથે કરેલી એક્સક્લૂઝિવ વાતચીત દરમિયાન પોતાની ફેવરિટ ઓલ ટાઇમ T20 પ્લેઇંગ ઇલેવન પસંદ કરી છે. ટિમ ડેવિડે પોતાની ટીમમાં વેસ્ટ ઇન્ડીઝની ટીમના ખેલાડીઓ પર સૌથી વધુ ભરોસો વ્યક્ત કર્યો છે. ટિમ ડેવિડે ટીમમાં 5 વેસ્ટ ઈન્ડીઝના ખેલાડી સામેલ કર્યા છે. ટિમ ડેવિડે ભારતીય ખેલાડીઓ પર ઠીકઠાક ભરોસો કર્યો છે. અને તેણે પોતાની ઓલટાઇમ પ્લેઇંગ ઇલેવનમાં 5 વેસ્ટ ઈન્ડીઝ, 2 ભારતીય, 2 ઓસ્ટ્રેલિયન, એક સાઉથ આફ્રિકન અને એક અફઘાનિસ્તાની ખેલાડીને પોતાની ટીમમાં સામેલ કર્યા છે.

ટિમ ડેવિડે પોતાની ઓલટાઇમ પ્લેઇંગ ઇલેવનમાં ઓપનર તરીકે કેરેબિયન ખેલાડી ક્રિસ ગેલ સાથે ઓસ્ટ્રેલિયન ખેલાડી શેન વોટસનને પસંદ કર્યો છે જ્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી તેની ટીમમાં ત્રીજા નંબર પર બેટિંગ કરતો નજરે પડી રહ્યો છે. ક્રિસ ગેલને પોતાની ટીમમાં સામેલ કરવા બાબતે બોલતા ટિમ ડેવિડે કહ્યું કે ક્રિસ ગેલ એ ખેલાડી છે અને જેણે T20મા સૌથી વધુ રન બનાવ્યા છે. એ સિવાય ગેલના નામે ઘણી સદીઓ પણ નોંધાય ચૂકી છે.

ટિમ ડેવિડે વિરાટ કોહલી બાબતે બોલતા કહ્યું કે તે જ્યારે ઈચ્છે સ્પીડથી રન બનાવી શકે છે. ટિમ ડેવિડની ટીમમાં સૌથી વધારે ચોંકાવનારી વાત એ લાગી કે તેણે પોતાની ટીમમાં પાકિસ્તાન, ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડની ટીમમાંથી એક પણ ખેલાડીને ટીમમાં સામેલ ન કર્યા. તો ભારતીય ટીમના દિગ્ગજ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને તેણે પોતાની ટીમનો વિકેટકીપર બનાવ્યો છે.અને ટિમ ડેવિડે ચોથા નંબરે સાઉથ આફ્રિકન વિસ્ફોટક બેટ્સમેન એબી ડી વિલિયર્સને જોડ્યો છે જ્યારે પાંચમા નંબરે ભારતીય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને ટીમમાં જોડ્યો છે.

ઓલરાઉન્ડર તરીકે કાયરન પોલાર્ડ, આન્દ્રે રસેલ અને ડ્વેન બ્રાવોને પોતાની ટીમ સાથે જોડ્યા છે જે ત્રણેય વેસ્ટ ઈન્ડીઝની ટીમ માટે રમે છે. સ્પિનર તરીકે અફઘાની દિગ્ગજ સ્પિનર રશીદ ખાન અને વેસ્ટ ઇન્ડીઝનો મિસ્ટ્રી સ્પિનર સુનિલ નરીનને પોતાની સાથે સામેલ કર્યા છે.અને તો ટિમ ડેવિડે ફાસ્ટ બોલર તરીકે ઓસ્ટ્રેલિયન પેસાર મિચેલ સ્ટાર્કને પોતાની ટીમમાં જગ્યા આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.