સુરતમાં કિન્નરો તમારા ઘરે આવે તો ચેતી જજો,જાણો બિલ્ડરની પત્ની અને પુત્રવધુને કેફી દ્રવ્ય પીવડાવીને ઘરમાં કરી ચોરી

સુરતના લંબે હનુમાન રોડ પર બિલ્ડરના ઘરે આવેલા કિન્નરે માતાજીના દિવાના તેલ માટે રૂપિયા માંગ્યા બાદ બિલ્ડરની પત્ની અને પુત્રવધુને કેફી દ્રવ્યનું પાણી પીવડાવી બેહોશ કરી નાંખ્યા હતા.

સુરત શહેરમાં હવે કિન્નરો પણ ચોરીના રવાડે ચડયા હોય તેવો ક્સ્સો પ્રકાશમાં આવ્યો છે. સુરત શહેરના વરાછા વિસ્તારમાં આવેલ લંબે હનુમાન રોડ પર બિલ્ડરના ઘરે આવેલા કિન્નરે માતાજીના દિવાના તેલ માટે રૂપિયા માંગ્યા બાદ બિલ્ડરની પત્ની અને પુત્રવધુને કેફી દ્રવ્યનું પાણી પીવડાવી બેહોશ કરી નાંખ્યા હતા.અને ત્યાર બાદ ઘરમાંથી ઘરેણાં અને રોકડા મળીને 1,42,100 રૂપિયા ચોરી કરીને નાસી ગયો હતો.

સુરત શહેરના લંબે હનુમાન રોડ ખાતે આવેલી પ્રભદર્શન સોસાયટીમાં પ્રકાશભાઈ ઝવેરભાઈ પરિવાર સાથે રહે છે. અને તેઓ વ્યવસાયે બિલ્ડર છે. રવિવારે સવારે તેમના પત્ની વિલાસબેન અને પુત્રવધુ રિતિકાબેન ઘરે એકલા હતા. સવારે 11 તેમના ઘરે એક કિન્નર આવ્યો હતો. કિન્નરે વિલાસબેનને માતાજીના દિવાના તેલ માટે 21880 રૂપિયાની માંગણી કરી હતી.

વિલાસબેને રૂપિયા નથી હોવાનું કહીને સવા કિલો ઘી આપવાની વાત કરી હતી. જેથી કિન્નરે જણાવ્યું હતું કે આવો મોટો બંગલો છે ને ઘરે પૈસા નથી રાખતા. પછી કિન્નેર પાણી માંગતા વિલાસબેને રસોડામાં જઈને એક ગ્લાસ પાણી લાવીને આપ્યું હતું. કિન્નરે થોડુ પાણી પીને થોડુ પાણી ગ્લાસમાં રાખ્યું હતું.

ત્યાર બાદ કિન્નરે એક ગ્લાસમાં કંકુ અને ચોખાવાળું પાણી માંગતા વિલાસબેન રસોડામાં જઈને કંકુ-ચોખાવાળું પાણી લઈને આવ્યા હતા.અને ત્યાર બાદ કિન્નરે પહેલા ગ્લાસનું વધેલું પાણી વિલાસબેન અને રિતિકાબેનના હથેળીમાં આપીને માતાજીનું નામ લઈને તે પાણી પીવાનું કહ્યું હતું.

7 કિન્નરના કહ્યા મુજબ વિલાસબેન અને રિતિકાબેન આ પાણી પી ગયા હતા. અને કિન્નરે તે પાણીમાં ઘેનવાળો પદાર્થ મિક્સ કરેલો હોવાથી સાસુ-પુત્રવધુ બંને બેહોશ થઈ ગયા હતા. થોડા સમયમાં હોશમાં આવતા ઘરમાં સામાન વેરવિખેર પડેલો દેખાયો હતો.

કિન્નર બંનેને બેહોશ કરીને ઘરમાંથી સોનાના ઘરેણાં અને રોકડા રૂ. 2100 મળીને કુલ રૂ. 1,42,100ની મત્તા ચોરી કરીને નાસી ગયો હતો.બનાવ સંદર્ભે બિલ્ડરે પોલીસ મથકમાં ચોરીની ફરીયાદ નોંધવાતા પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.