પ્રેમી પંખીડાઓએ સમાજની એક નહીં થવા દે તેવા ડરના કારણે આપઘાત કર્યો હોવાના કિસ્સાઓ સામે આવે છે. ત્યારે આવી જ એક ઘટના સુરતના ભેસ્તાન રેલવે ટ્રેક પર સામે આવી છે. જ્યાં પ્રેમી અને પ્રેમિકાએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યો હતો. ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસે બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને તપાસ કરતાં સામે આવ્યુ હતું કે, જે પ્રેમી પંખીડાએ આપઘાત કર્યો છે તે બંને ભાભી અને દિયર છે.અને પરિવારના બે સભ્યોનાએ એક સાથે ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કરતા પરિવારના અન્ય સભ્યો શોકમાં ગરકાવ થયા છે.
રિપોર્ટ અનુસાર સુરતમાં ભાભી અને દિયરે ગરીબરથ ટ્રેનની સામે કુદીને આપઘાત કર્યો હતો. આ ઘટના વહેલી સવારે 05:00ની હોવાનું કહેવામાં આવી રહ્યું છે.અને આ ઘટના બાબતે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પોલીસે મૃતદેહની તપાસ કરતા તેમના ID કાર્ડ મળી આવ્યા હતા. ID કાર્ડના આધારે પોલીસ દ્વારા મૃતકના પરિવારના સભ્યોનો સંપર્ક કરવામાં આવતાં સામે આવ્યું હતું કે, તે બંને ભાભી અને દિયર છે અને તેઓ છ વર્ષથી એક સાથે રહેતા હતા.
મૃતક મહિલાના પતિ પંચદેવ યાદવ દ્વારા કહેવામાં આવ્યું હતું કે, તે દોરાના કારખાનામાં કામ કરે છે અને તે જ્યારે નાઈટમાં કામ કરીને સવારે ઘરે આવ્યો ત્યારે તેના દૂરનો ભાઈ અને પત્ની ઘરે મળ્યા ન હતા. ત્યારબાદ તેની પત્ની અને દૂરના ભાઈની શોધખોળ કરી હતી અને તે દરમિયાન સવારે 9:30 વાગ્યા આસપાસ પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે તેની પત્ની અને દૂરના ભાઈએ ગરીબ રથ ટ્રેન નીચે પડતુ મુકીને આપઘાત કર્યો છે. જ્યારે ઘટના સ્થળ પર જઈને જોયું ત્યારે તે મારી પત્નીનો મૃતદેહ હતો.અને આ બાબતે શું કહું મારી પત્નીએ 18 મહિનાના બાળકને છોડીને પોતાના જ દિયર સાથે પ્રેમ કર્યો.
મૃતક મહિલાના પતિ દ્વારા વધુમાં કહેવામાં આવ્યું હતું કે, તેના દૂરના ભાઈનું મોત થયું છે તેનું નામ અજય છે અને તેના લગ્નની વાત ચાલી રહી હતી. અજય પણ દોરાના કારખાનામાં કામ કરતો હતો અને આ ઉપરાંત તેણે એમ પણ કહ્યું કે, તેની પત્ની ત્રણ મહિના તેના પિયર બલરામપુર ઉત્તર પ્રદેશમાં રહી હતી અને ત્યારબાદ સુરતમાં આવી ગઈ હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.