તાજેતરમાં ધંધુકામાં કિશન ભરવાડ નામના યુવકની વિધર્મીઓ દ્વારા હત્યા કરવામાં આવ્યા બાદ કોઇપણ જ્ઞાતિ કે ધર્મ વિષે સોશિયલ મીડિયામાં અભદ્ર ટીપ્પણી નહી કરવા પોલીસે અપીલ કરી છે.અને આમ છતાં રાજકોટના મુંજકા નજીક હાઉશિંગ ટાઉનશીપમાં રહેલા વિધર્મી વકીલ દ્વારા શિવાજી અને હિન્દુઓ વિશે વાંધાજનક ટિપ્પણી કરવામાં આવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. વિધર્મી વકીલની પૂછપરછમાં તેનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે.
આ અંગે મળતી વિગતો મુજબ, શહેરના મુંજકા નજીક આવાસમાં રહેતા મુસ્લિમ જ્ઞાતિના વકીલે વોટ્સઅપ ગ્રુપમાં શિવાજીને લૂંટારા કહી અને ગણપતિનું તોરણ-ફ્રેમ તોડી નાખી હિંદુઓ ભાગી જાવ તેમ કહી છરીથી ધમાલ મચાવતા પોલીસે તેની ધરપકડ કરી હતી. જેની પૂછપરછમાં ચોંકાવનારા ઘટસ્ફોટ થયા છે.
પોલીસે ઝડપી પાડેલ વિધર્મી વકીલ સોહિલ મોર પાકિસ્તાની મૌલવીઓના વીડિયો જોતો હતો. આટલું જ નહીં, તે ધાર્મિક સાહિત્યનું પણ ખૂબ જ વાંચન કરતો હતો. અને સોહિલ પાકિસ્તાની વેબસાઈટ સર્ચ કરવા ઉપરાંત કટ્ટરવાદી વિચારધારા ધરાવતા લોકોના પ્રભાવમાં હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે.
રાજકોટમાં મુંજકા ખાતે આવેલી હાઉસિંગ બોર્ડની ટાઉનશિપમાં વિધર્મી દ્વારા શિવાજીને લઈને કરવામાં આવેલી વાંધાજનક કોમેન્ટ મામલે આરોપીનું ઘટનાસ્થળે રી-કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. અને રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ અને યુનિવર્સિટી પોલીસની ટીમો આરોપીને લઈને ટાઉનશીપમાં પહોંચતા જ “જય શ્રી રામ” અને “હિન્દુસ્તાન જિંદાબાદ” ના નારા લાગ્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.