રાજકોટ તોડ કાંડ મુદ્દે કરવામાં આવી મોટી કાર્યવાહી, આરોપી અલ્તાફનું જેલમાં જઈને લેવાયું નિવેદન

રાજકોટમાં થાકોળામાં એક યુવકની હત્યાના ગુનામાં ફરાર બુટલેગર અલ્તાફને ક્રાઈમ બ્રાન્ચે ઝડપી લઈ રૂા.95 લાખનો તોડ કરી તમામ નિતિનિયમો નેવે મુકયાના ચોંકાવનારા આરોપોની હાલ તપાસ કરાઈ રહી છે. જેના પગલે અગાઉ PSI જેબલીયા, પંચ વગેરેના નિવેદન લીધા બાદ રાજકોટ તોડકાંડના તપાસ અધિકારી ડીસીપી પ્રવિણકુમાર મીણાએ આરોપી અલ્તાફનું જેલમાં જઈ અને નિવેદન લીધુ હતું.

રાજકોટ તોડકાંડના તપાસ અધિકારી ડીસીપી પ્રવિણકુમાર મીણાએ આરોપી અલ્તાફનું સતત 2 કલાક સુધી નિવેદન લીધું હતું.અને મહત્વનું છે કે, અલ્તાફની ધરપકડમાં નીતિ-નિયમો નેવે મુકાયાનો આક્ષેપો લાગ્યા છે.

ઉલ્લેખનીય છે કે રાજકોટના થોરાળાના મર્ડર કેસમાં વોન્ટેડ અલ્તાફને અમદાવાદમાંથી ઝડપી લીધા બાદ ક્રાઈમ બ્રાન્ચે ચોટીલાથી ધરપકડ બતાવી હતી. પરંતુ હકીકત કંઈ જુદી જ હતી અને અલ્તાફને ઝડપી લીધા બાદ ક્રાઈમ બ્રાન્ચે તેની ધરપકડની તારીખ ખોટી દર્શાવાઈ હતી.

મહત્વનું છે કે, આ પ્રકરણ સાથે સંડોવાયેલા તમામ પક્ષોના નિવેદનો લેવાઈ ગયા બાદ રીપોર્ટ તૈયાર કરી વરિષ્ઠ અધિકારીઓને સોંપવામાં આવશે.અને રીપોર્ટમાં જો કોઈ પોલીસ અધિકારી કે કર્મચારી દોષિત જણાશે તો તેના વિરૃધ્ધ ફરજીયાતપણે પગલા લેવા પડશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.