ગુજરાતમાં મોટા પ્રમાણમાં કોરોડોનું કોલસા કૌભાંડ થયું હોવાની આશંકા સેવાઈ રહી છે. આ મામલે ખાનગી અખબારના રિપોર્ટમાં મોટા પ્રમાણમાં ખુલાસો કરવામાં આવ્યો છે. જેને લઈને હડકંપ મચી ઉઠ્યો છે.અને ખાણો માંથી કુલ 60 લાખ ટન જેટલો કોલસો કાઢવામાં આવ્યો જે ગાયબ છે અને તે કોલસો આખરે ક્યા ગયો તે એક ગંભીર પ્રશ્ન બન્યો છે.
સમગ્ર મામલે જો કોલસામાં કૌભાંડ આચરવામાં આવ્યું છે તો સરકારી અધિકારીઓ અને વેપારીઓએ રાજ્યનો કોલસો ગાયબ કરી દીધો હોય તેવી આશંકા સેવાઈ રહી છે. જે કોલસો ગાયબ થયો છે.અને તે કોલસો ગુજરાતના લઘુ-મધ્યમ કક્ષાના ઉદ્યોગોને આપવાનો કોલસો હતો તેવી માહિતી સામે આવી છે.
કુલ 6 હજાર કરોડનું કોલસા કૌભાંડ આચરવામાં આવ્યું છે તેવી માહિતી સામે આવી છે. અને એવી પણ આશંકા સેવાઈ રહી છે જે પણ કોલસો ગાયબ થયો છે કે કાળા બજારમાં વેચી દેવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે ખાનગી અખબારના રિપોર્ટ પ્રમાણે નામાંકિત કંપનીઓએ બારોબાર કોલસાનું વેચાણ કર્યું હોવાનો સામે આવ્યું છે. સાથેજ એજન્સીઓ દ્વારા અન્ય રાજ્યોના ઉદ્યોગોને કોલસો વેચાયો છે અને તેવો ખુલાસો પણ થયો છે. સાથેજ એવો ખુલાસો પણ થયો છે કે સતત 14 વર્ષથી એજન્સીઓએ કાળા બજારમાં કોલસો વેચી દીધો છે અને સરકારી અધિકારીઓ સાથે મળીને આ કૌભાંડ આચરવામાં આવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.