15 નવેમ્બર સુધી નહિ થાય ટેકાના ભાવે મગફળીની ખરીદી, રૂપાણીએ કરી જાહેરાત

ટેકાના ભાવે ખરીદી અંગે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ જાહેરાત કરતાં, 15 નવેમ્બર સુધી ટેકાના ભાવે ખરીદી મોકૂફ રાખવાની મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. સીએમ વિજય રૂપાણીએ પ્રેસ કોન્ફરન્સ કરતાં વધુમાં કહ્યું કે સરકાર ખરીદી માટેનું નવું ટાઈમ ટેબલ જાહેર કરશે. કમોસમી વરસાદથી ખેડૂતોની મગફળી પલળી હોવાથી ટેકાના ભાવે ખરીદી મોકૂફ રાખવાની જાહેરાત રાજ્ય સરકારે કરી છે. આ ઉપરાંત મહા વાવાઝોડા અંગે સતર્ક છે અને કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવશે તેમ સીએમએ વધુમાં કહ્યું હતું.

વિજય રૂપાણીએ કમોસમી વરસાદ મુદ્દે પણ નિવેદન આપતા ખેડૂતોને ચિંતા કરવાની કોઈ જરૂર નથી તેમ જણાવ્યું. સાથે સર્વેના આધારે પૂરતી સહાય આપવામાં આવશે તેવી જાહેરાત કરી હતી. આ ઉપરાંત જેઓએ વીમા લીધા નથી તેમને સરકારના નિયમ પ્રમાણે સહાય આપવામાં આવશે તેવી પણ જાહેરાત રાજ્ય સરકારે કરી છે. સીએમ રૂપાણી વીમા કંપનીઓને કડક નિર્દેશ આપતાં કહ્યું કે તેઓ કોઈપણ જાતના ઠાગાઠૈયા વગર કામ કરે અને જેઓને કંઈ પણ નુકસાન થયું છે તેમને યોગ્ય વળતર આપે તેવી સુચના પણ આપી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.