યૂક્રેનમાં ભારતીય દુતવાસે ગુજરાતી વિદ્યાર્થીઓને આપી ચેતવણી કહ્યું……

યૂક્રેનમાં ફસાયેલા ગુજરાતી સહિત અન્ય રાજ્યોના વિદ્યાર્થીઓને ભારતીય દૂતાવાસે તોછડો જવાબ આપ્યો છે. જેમાં રશિયા અને યૂક્રેન વચ્ચેની લડાઇ ચરમસીમાએ છે. અને એની વચ્ચે પીસાઈ રહ્યા છે અને ગુજરાત સહિત અન્ય રાજ્યના વિદ્યાર્થીઓ. તથા પડતા પર પાટું હોય એમ તમામ એર લાઇન્સે ભાડામાં ધરખમ વધારો કરી દિધો છે.

ઉલ્લેખનિય છે કે જે ભાડું રૂપિયા 45 હજારની આસપાસ હોય છે. તે હવે બે લાખ રૂપિયાની આસપાસ થઈ ગયા છે. સંદેશ ન્યૂઝ સાથે વાત કરતા ગુજરાતી વિદ્યાર્થીનીઓએ જણાવ્યું છે કે તેઓ જ્યારે ભારતીય દૂતાવાસમાં મદદ માટે ગયા ત્યારે એમને કહેવામાં આવ્યું કે તમારી પાસે 48 કલાક છે.અને પૈસાની વ્યવસ્થા કરો અને ટિકિટ બુક કરીને નીકળો. ત્યાર બાદ અમારી કોઈ જવાબદારી રહેશે નહી.

જેમાં ભારતીય તંત્રની આવી ઉદ્ધતાઈથી હવે વાલીઓમાં ચિંતા વ્યાપી ગઈ છે. તથા વિદ્યાર્થીઓ અને તેમના વાલીઓ પર આભ ફાટ્યું છે. છતાં પણ વિદ્યાર્થીઓને બચાવવાના સરકાર બણગા ફૂકી રહી છે અને હાલ તો વાલીઓ અને વિદ્યાર્થીઓ ઈચ્છી રહ્યા છે કે સરકાર સાચા અર્થમાં તેમની મદદે આવે. પણ હવે સરકાર કોઇ પગલા લેશે કે કેમ તેનો આવનારો સમય બતાવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.