શિવસેનાએ BJP પર કટાક્ષ કરતા કહ્યું,”જો જિન્દા હો, તો ફિર જિન્દા નજર આના જરૂરી હૈ”

મુંબઈ : મહારાષ્ટ્રમાં સરકાર રચવા મુદ્દે બીજેપી (BJ)ની સાથે ચાલી રહેલી ખેંચતાણની વચ્ચે શિવસેના (Shiv Sena) સાંસદ સંજય રાઉત (Sanjay Raut)એ હવે એક શેરના માધ્યમથી ગઠબંધનના ભાગીદાર પર નિશાન સાધ્યું છે. રાઉતે તેની પર જાણીતા શાયર વસીમ બરેલવી (Wasim Barelvi)ના શેરના માધ્યમથી બીજેપી પર કટાક્ષ કર્યો.

શિવસેના સાંસદ રાઉતે ટ્વિટ કર્યુ કે, “ઉસૂલો પર જહાં આંચ આયે, ટકરાના જરૂરી હૈ, જો જિન્દા હો, તો ફિર જિન્દા નજર આના જરૂરી હૈ…જય મહારાષ્ટ્ર…”

નોંધનીય છે કે, મહારાષ્ટ્રમાં 24 ઑક્ટોબરે આવેલા વિધાનસભા ચૂંટણી (Maharashtra Assembly Election 2019) પરિણામો બાદ શિવસેના અઢી-અઢી વર્ષ માટે મુખ્યમંત્રી પદ તથા સરકારમાં 50-50ની ભાગીદારી માંગી રહી છે. જોકે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadanvis)એ હાલમાં જ સ્પષ્ટ કર્યુ છે કે ઉદ્ધવ ઠાકરેની પાર્ટી સાથે આવો કોઈ વાયદો નથી કરવામાં આવ્યો. આ ચૂંટણીમાં 288 સભ્યોની મહારાષ્ટ્ર વિધાનસભામાં શિવસેનાએ 56 અને બીજેપીએ 105 સીટો પર જીત નોંધાવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.