આલિયા ભટ્ટની ફિલ્મ ‘ગંગુબાઈ કાઠિયાવાડી’ 25 ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મ પર બૅન મૂકવાની માગણી કરતી અરજી પર સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ હતી. અને સુનાવણી દરમિયાન જસ્ટિસ ઈન્દિરા બેનર્જીએ કોર્ટમાં 14 વર્ષીય કિશોરીની આપવીતી સંભળાવી હતી. જસ્ટિસ આ વાત કહેતાં સમયે ભાવુક થઈ ગયા હતા. જસ્ટિસ બેનર્જીએ કહ્યું હતું કે તેઓ ઘણાં વર્ષો સુધી લીગલ સોસાયટીમાં કામ કરતાં હતાં. કોલકાતા હાઇકોર્ટમાં જજ હતા ત્યારે તે લીગલ સર્વિસ અથૉરિટીના ચેરપર્સન પણ હતાં.અને જસ્ટિસ બેનર્જીએ કોર્ટમાં કહ્યું હતું, ‘વર્ષો પહેલાંની આ વાત છે. એકવાર મને દેહ વ્યાપારમાં સંડોવાયેલી કિશોરી અંગે માહિતી મળી હતી. હું આજે પણ તેના વિશે વિચારું છું તો મન આકુળ-વ્યાકુળ થઈ જાય છે. તે માત્ર 14 વર્ષની હતી. પરિવારમાં કોઈ નહોતું. તેને બે ટંકનું ભોજન પણ મળતું નહોતું. બાજુમાં રહેતી એક માસી આ કિશોરીનું ધ્યાન રાખતી હતી. એક દિવસ આ માસીએ તે કિશોરીને મુંબઈ આવવાનું કહ્યું હતું. તેને અહીંયા નોકરી-ભોજન આપવાની વાત કહી હતી. ગરીબીથી તંગ આવી ચૂકેલી આ કિશોરી મુંબઈ જવા તૈયાર થઈ ગઈ હતી
જસ્ટિસે વધુમાં કહ્યું હતું, ‘મુંબઈ આવ્યા બાદ તે કિશોરી માસીની જાળમાં ફસાઈ ગઈ હતી. અને અનેક લોકોએ તેની પર દુષ્કર્મ કર્યું હતું.અને રોજ અનેક લોકોને તે સંતુષ્ટ કરતી હતી. અહીંયા તેની હાલત ખરાબ થઈ ગઈ હતી. એક રાત્રે તે કિશોરી પર ઘણાં લોકોએ દુષ્કર્મ આચર્યું હતું. તે રડતી રહી ને બૂમો પાડતી રહી, પરંતુ કોઈને તેની પર દયા આવી નહીં. અંતે એક દિવસ એક વ્યક્તિને તે કિશોરીની દયા આવી અને તેને સ્વૈચ્છિક સંસ્થામાં મૂકી આવ્યો હતો. સંસ્થાની પહેલ બાદ મીડિયામાં આ કેસની જોરશોરથી ચર્ચા થઈ હતી.’
જસ્ટિસ બેનર્જીએ આગળ કહ્યું હતું, ‘તે કિશોરી સાથે બનેલી ઘટનાને કારણે આજે પણ મારા રૂંવાડા ઊભા થઈ જાય છે. તે કિશોરી HIV પોઝિટિવ થઈ ગઈ હતી. અને જ્યારે હું તેને પહેલી જ વાર મળી ત્યારે તેણે મારો હાથ પકડ્યો અને સવાલ કર્યો હતો કે આખરે મારો શું વાંક ગુનો હતો?’ આ વાત કહેતાં કહેતાં જસ્ટિસ બેનર્જી ભાવુક થઈ ગયાં હતાં. કોર્ટરૂમમાં પણ પિન ડ્રોપ સાયલન્સ જોવા મળ્યું હતું. થોડી ક્ષણો માટે કોઈ કંઈ જ બોલ્યું નહોતું. ભણસાલી તરફથી કેસ લડતાં એડવોકેટ અર્યમા સુંદરમે કહ્યું હતું, ‘માય લેડીશિપ. આ કેસ તે પ્રકારનો નથી. અહીંયા પીડિત મહિલાની હિંમતની પ્રશંસા કરવામાં આવી છે. ફિલ્મમાં તેની બદનામી નથી, પરંતુ તેના સાહસ તથા આત્મવિશ્વાસના વખાણ કરવામાં આવ્યા છે. અને સેક્સ વર્કરની ગરિમાની વાત છે.’
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.