આજે અમદાવાદનો જન્મદિવસ જાણો તેની ખાસ આ અજાણી વાત…

26મી ફેબ્રુઆરી એટલે અમદાવાદનો જન્મદિવસ તરીકે સેલિબ્રેટ કરવામાં આવે છે. જેમાં દિલ્હીનાં સુલતાનોનાં હાથમાં આવતા આશાવલ કેવી રીતે બન્યું અમદાવાદ તેની પણ એક રોચક વાર્તા છે.અને તો આવો જાણીએ અમદાવાદના જન્મદિવસે તેની અનોખી વાતો.

ગુજરાત દિલ્હીના સુલ્તાનોનાં હાથમાં ગયું ત્યારે દિલ્હીનાં સુલ્તાનોએ ગુજરાતમાં પોતાના સુબાઓ નીમવાનાં ચાલુ કર્યાં હતા. જે સુબો સૌથી વધારે પૈસા ભેગા કરીને મોકલાવે તે સારો સુબો ગણાય આમ સુબાઓનું રાજ્ય સો વર્ષ જેટલું ચાલ્યું હતુ. અને તે સમયે પાટણ ગુજરાતનું પાટનગર હતું અને તે સમયે મુઝફ્ફર શાહે દિલ્હી સલ્તનતનાં સુબાઓથી અલગ થઈને ગુજરાતમાં પહેલી મુસ્લિમ સલ્તનતની સ્થાપના કરી હતી.

તેમજ ગુજરાતનાં પહેલા મુસ્લિમ સુલતાન મુઝફ્ફર શાહના પૌત્ર એહમદ શાહને દાદાએ 1411માં આશાવલ (અમદાવાદ)નાં તોફાની ભીલોને દંડવા માટે લશ્કર લઈને મોકલ્યા પણ એહમદશાહને મનમાં વહેમ હતો કે તેમના દાદાએ જ તેમના પિતાનું ખૂન કરાવ્યું હતું. અને એટલે એહમદશાહે દાદાને ઝેર આપીને મારી નાંખ્યા હતા. પાછળની અહમદશાહને પોતાની ભૂલ સમજાઈ અને દાદાએ મરતા પહેલા જે શિખામણ આપી હતી તે શિખામણ બરાબર પાળી કે તેમણે ક્યારેય દારૂ ના પીધો તથા પોતાની પ્રજાને રંજાડી નહીં અને પ્રજાનાં સુખમાંજ પોતાનું સુખ સમજ્યા. કહેવાય છે કે એહમદશાહ દાદાની મોત બાદ ક્યારેય હસ્યા નહતા.

તેમની મોત બાદ એહમદશાહે આશાવલના ભીલોને વશમાં કરીને તેમનો ત્રાસ ઓછો કર્યો અને આશાભીલની દિકરી તેજા સાથે લગ્ન કરીને 1411માં ચાર એહમદ(એક અહમદશાહ, બીજા તેમના ગુરુ એહમદ ખટ્ટુ ગંજબક્ષ, ત્રીજા કાજી એહમદ, ચોથા મલિક એહમદ) અને બાર બાબા ફકીર સાથે ભેગા મળીને સાબરમતીને કિનારે ભદ્રમાં કિલ્લાની સ્થાપના કરી હતી.અને ત્યારે અમદાવાદનો જન્મ થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.