ધર્મશાલાના HPCA સ્ટેડિયમમાં રમાયેલી બીજી T20 મેચમાં ભારતીય ઓપનર ઈશાન કિશન શ્રીલંકા સામે કંઈ ખાસ કરી શક્યો નહોતો. અને તે 15 બોલમાં બે ચોગ્ગાની મદદથી 16 રન બનાવીને આઉટ થયો હતો. મેચ દરમિયાન, તે લાહિરુ કુમારના ઝડપી બાઉન્સરનો પણ ભોગ બન્યો હતો, જો કે તે ઝડપી બાઉન્સરથી અથડાયા બાદ બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ ખરાબ શોટ રમીને તેણે તેની વિકેટ ગુમાવી દીધી હતી. મેચ પુરી થયા બાદ ઈશાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
ઈશાનને માથામાં બોલ વાગતાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઓપનરને કાંગડાની ફોર્ટિસ હોસ્પિટલના ICUમાં દાખલ કરવામાં આવ્યો છે.અને દાખલ કર્યા પછી, તેની ઇજાને સ્કેન કરવામાં આવી હતી અને બાદમાં તેને સાવચેતી તરીકે સામાન્ય વોર્ડમાં દાખલ કરવામાં આવ્યો હતો. કુમારાનો બાઉન્સર ઈશાન કિશનના હેલ્મેટ પર વાગ્યો હતો, જેના કારણે રમતને થોડીવાર માટે રોકવી પડી હતી. ઈશાન ઉપરાંત શ્રીલંકાના બેટ્સમેન દિનેશ ચાંદીમલને પણ આ જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. બીજી ટી20 મેચ દરમિયાન પણ ચાંદીમલ ઈજાગ્રસ્ત થયો હતો. હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશને આ માહિતી આપી છે
ભારતીય ઇનિંગ્સની ચોથી ઓવરના બીજા બોલ પર ઇશાન કિશન ઇજાગ્રસ્ત થયો હતો. અને હકીકતમાં, 3.2 ઓવરમાં લાહિરુએ 146 કિમી પ્રતિ કલાકની ઝડપે ઝડપી બાઉન્સર ફેંક્યો હતો. જે ઈશાનના માથામાં વાગી હતી. બોલ વાગ્યા બાદ તે હેલ્મેટ ઉતારીને બેસી ગયો અને પછી ફિઝિયોને મેદાનમાં આવવું પડ્યું. આ પછી ઈશાન બેટિંગ માટે તૈયાર થઈ ગયો. જો કે, તે તેની ઈનિંગ્સને વધુ આગળ વધારી શક્યો ન હતો અને છઠ્ઠી ઓવરના પહેલા જ બોલ પર લાહિરુએ તેને આઉટ કર્યો હતો. શનાકાએ લાહિરુની બોલ પર મિડ પર એક સરળ કેચ લીધો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.