ગુજરાતમા હદ થઇ, દારૂ ઘુસાડવા નવા DYSPએ ચેકપોસ્ટ જ હટાવી દીધી જાણો વિગતવાર

ધ્રાંગધ્રામાં નવા ડીવાયએસપી આવતા જ બુટલેગરો અને દારૂડિયામાં ખુશીનું મોજું ફરી વળ્યું છે. જ્યારથી નવા ડીવાયએસપીએ ચાર્જ સંભાળ્યો છે ત્યારથી દસાડાના લોકો દારૂડિયાઓથી તોબા પોકારી ઊઠયા છે. અને વાત એમ છે કે, હરિયાણા, રાજસ્થાન અને સાંચોરથી પાટણ જિલ્લામાં થઈ સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લામાં દારૂ ઘુસાડવા માટે દસાડાનો રૂટ બુટલેગરો માટે એપી સેન્ટર સમાન છે.

ધ્રાંગધ્રાના તત્કાલીન ડીવાયએસપીએ રાજ્યમાં આ પ્રકારે દારૂ ન ઘૂસે તે માટે એક ચેકપોસ્ટ બનાવી હતી અને લાખો રૂપિયાનો દારૂ પણ ઝડપ્યો હતો. આ ચેકપોસ્ટને કારણે ગયા વર્ષે સતત આઠ દિવસ સુધી દારૂની ટ્રકો પકડાઈ હતી. જોકે 26 દિવસ પહેલાં જ નવા આવેલા ડીવાયએસપીને એવું તે શું સુરાતન ચડયું કે સૌથી પહેલાં તો તેમણે દસાડાની ચેકપોસ્ટ જ હટાવી દીધી. અધિકારીના આ નિર્ણયથી બુટલેગરો અને દારૂડિયાઓને તો જાણે લોટરી લાગી હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. અને આમ ગાંધીના ગુજરાતમાં ઊડતા ગજરાત થવામાં સહેજેય વાર નહીં લાગે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.