જમ્મુ-કાશ્મીરમાં પ્રવર્તી રહેલી શાંતિને ડહોળવા માટે પાકિસ્તાની ડ્રોને બુધવારે પ્રદેશમાં ગ્રેનેડ, આઇઇડી, પિસ્તોલ અને દારૂગોળાનો જથ્થો ડ્રોપ કર્યો હતો. જમ્મુ-કાશ્મીરના પોલીસ વડા દિલબાગસિંહે મીડિયાને આ અંગેની માહિતી આપતાં જણાવ્યું હતું કે ડ્રોનની મદદથી મોકલેલી સામગ્રી સાથે પહેલી જ વાર પ્રવાહી રસાયણનો જથ્થો પણ ડ્રોપ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું જમ્મુ-કાશ્મીરમાં છેલ્લા બે વર્ષથી પ્રવર્તી રહેલી શાંતિથી પાકિસ્તાન મૂંઝવણમાં મુકાયું છે.અને તેથી જ વિસ્તારમાં લાંબા સમયથી પ્રવર્તી રહેલી શાંતિને ડહોળવા માટે પાકિસ્તાન માદક પદાર્થો અને હથિયારોનો જથ્થો ડ્રોપ કરતું રહે છે.
પોલીસ આવેલી સામગ્રી અને રસાયણની તપાસ કરી રહી છે. અને પોલીસ વડાએ જણાવ્યું હતું કે વિસ્તારમાં ડ્રોનની મદદથી માદક પદાર્થ અને હથિયારોની ખેપ ડ્રોપ કરવામાં આવે છે. હથિયારોની સાથે માદક પદાર્થની ખેપ એટલા માટે ડ્રોપ કરવામાં આવે છે કે તે કેફી પદાર્થ વેચીને તેના નાણાંનો ત્રાસવાદ માટેના ભંડોળમાં ઉપયોગ કરી શકાય. જમ્મુ-કાશ્મીરના સુરક્ષા દળો અને પોલીસ વીતેલા બે વર્ષથી ડ્રોનની મદદથી પાકિસ્તાન દ્વારા માલ સામગ્રી ડ્રોપ કરવાની નવી તરકીબનો સામનો કરી રહ્યા છે.
પોલીસ વડાએ જણાવ્યું હતું કે વીતેલા વર્ષમાં જમ્મુ-કાશ્મીરના સુરક્ષા દળોએ 182 ત્રાસવાદીઓને ઠાર માર્યા હતા. ત્રાસવાદીઓ સામેની કાર્યવાહીમાં કુલ 300 શસ્ત્રો જપ્ત કરવામાં આવ્યા હતા.અને સ્પષ્ટ છે કે જમ્મુ-કાશ્મીરમાં ત્રાસવાદી પ્રવૃત્તિ ફૂલેફાલે તે હેતુસર પાકિસ્તાન વધુને વધુ શસ્ત્ર સામગ્રી મોકલી રહ્યું છે, પરંતુ સુરક્ષા દળો તે કીમિયાને સફળ નથી થવા દેતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.