અત્યાર સુધી તમે ક્યૂટ દેખાતી ઢીંગલી, ટેડી બીયર, બિલાડીઓના જ ફોટો જોયા હશે. પણ આજે અમે તમને એક ખાસ ઈલેક્ટ્રીક સ્કૂટર વિશે કહેવા જઈ રહ્યા છે અને જે દેખાવામાં ખૂબ જ ‘ક્યૂટ’ છે અને સાથે જ તે બાળકોથી લઈને મોટા વ્યક્તિઓ સુધી બધા તેણે સરળતાથી ચલાવી શકે છે.
આ ઈલેક્ટ્રીક સ્કૂટરની ડિઝાઈન એકદમ સિંપલ છે,અને ન વધારે સજાવટ, ન વધુ એક્સ્ટ્રા મટિરિયલનો ઉપયોગ. આટલા સરળતાથી આ ડિઝાઈન બનાવવામાં આવી છે કે, 12 વર્ષથી લઈને 18 વર્ષ સુધી ટીનેજર બાળકો અથવા મોટા વ્યક્તિઓ આને આરામથી ચલાવી શકે અને તેના પર એક સમયે 2 લોકો બેસી શકે છે, તેની લોડ કેપેસિટી પણ 250 kgની છે.
આ ઈલેક્ટ્રીક સ્કૂટરમાં 60v, 25Ahની બેટરી છે, જે સિંગલ ચાર્જમાં 110 કિમી ચાલે છે. તેને ફૂલ ચાર્જ થવામાં અંદાજે સાડા ત્રણ કલાકનો સમય લાગે છે. બાળકો માટે આની રાઈડીંગ સેફ રહે તે માટે તેની ટોપ સ્પીડ 25 km/h છે અને આને ચલાવવા માટે કોઇ પણ લાયસન્સની જરૂર નથી. અને તે માત્ર 3 સેકેન્ડમાં ટોપ-સ્પીડ એક્સીલરેશન લે છે.
Hover Electric Scooterની સૌથી ખાસ વાત છે તેના જાડા ટાયર. જે આની રાઈડીંગ એક ફન રાઈડ બનાવે છે. તેના ટાયર 8 ઇંચ જાડા છે. કંપનીની સાઈટ પર આની બુકિંગ 15,000 રૂપિયામાં થઇ શકે છે.અને જ્યારે તેની કુલ કિંમત 75,000 રૂપિયા છે. કંપનીની આ ઈલેક્ટ્રીક સ્કૂટર વિશેષ રીતે સ્કૂલ અને કોલેજ જતા ટીનેજર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.