ભારતીય ટીમે શ્રીલંકા વિરુદ્ધ બીજી T20 મેચમાં જીત મેળવી લીધી છે. તેની સાથે જ ભારતીય ટીમે 3 મેચોની T20 સીરિઝને પોતાના નામે કરી લીધી છે. અને હવે આજે થનારી મેચમાં ભારતીય ટીમની નજર ફરી એક વખત ક્લીન સ્વીપ કરવા પર હશે.અને જો ભારતીય ટીમ શ્રીલંકાને પણ ક્લીન સ્વીપ કરે છે તો કેપ્ટન રોહિત શર્માની આગેવાનીમાં આ સતત ત્રીજી ક્લીન સ્વીપ હશે. શનિવારે (26 ફેબ્રુઆરીના રોજ) રમાયેલી મેચમાં ભારતીય ટીમે જીત મેળવી તો કેપ્ટનના રૂપમાં રોહિત શર્માએ કેટલાક રેકોર્ડ પોતાના નામે કરી લીધા. રોહિત શર્માએ ઘરેલુ મેદાન પર જીત મેળવવાની બાબતે ઇંગ્લિશ કેપ્ટન ઈયોન મોર્ગન અને ન્યૂઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમ્સનને પાછળ છોડી દીધા છે.
રોહિત શર્માએ T20 વર્લ્ડ કપ બાદ ભારતીય ટીમની કેપ્ટન્સી સંભાળી હતી. રોહિત શર્મા હવે ત્રણેય ફોર્મેટમાં ભારતીય ટીમનો કેપ્ટન છે. અને T20 સીરિઝ સિવાય રોહિત શર્માએ વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ વન-ડે સીરિઝમાં પણ કેપ્ટન્સી કરી અને 3-0થી સીરિઝને ક્લીન સ્વીપ કરી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.