સંતશિરોમણી સાદગીના પ્રતિક જલારામ બાપાની આજે જન્મજયંતિ, ભક્તોમાં અનેરો ઉત્સાહ

આજે કારતક સુદ સાતમે જલારામ બાપાની આજે 220મી જન્મજયંતિ છે. સૌરાષ્ટ્રભરમાં જય જલ્યાણના નાદ સાથે ધામધુમથી જલાબાપાનો જન્મ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે. રાજકોટ જાણે વિરપુર નગરી બનવા પામશે. રધુવંશી સમાજની વિવિધ સંસ્થાઓ દ્વારા મહાઆરતી, અન્નકોટ, મહાપ્રસાદ, બ્લડ ડોનેશન કેમ્પના આયોજનો થયાં છે લોકો જલારામબાપાની સેવા પ્રવૃતિને યાદ કરી આનંદ ઉમંગથી જન્મ જયંતિ મહોત્સવ ઉજવી રહ્યા છે.

રધુવંશી સંસ્થાઓ આયોજીત મહાઆરતી, મહાપ્રસાદનો પણ બહોળા પ્રમાણમાં ભાવિકો લાભ લઈ રહ્યા છે.. આજે રવિવાર હોવાથી રધુવંશીઓમાં આનંદ ઉમંગ બેવડાયો છે.સંત શ્રી જલારામબાપાનો જન્મ ઇ.સ. વિક્રમ સંવત 1856ની કારતક સુદ સાતમે લોહાણા સમાજના ઠક્કર કુળમાં થયો હતો. તે ભગવાન રામના ભક્ત હતા. જલારામ બાપાને ગૃહસ્થ જીવન કે પોતાના પિતાનો વ્યવસાય સ્વીકરારવામાં કોઈ રસ નહોતો. તેઓ હંમેશા યાત્રાળુઓ, સંતો અને સાધુઓની સેવામાં રોકાયેલા રહેતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.