છોટાઉદેપુરના નસવાડીના નાનાવાંટ ગામે ગરીબોનું અનાજ સગેવગે થતાનો રાત્રીનો સરપંચની વાતનો વીડિયો વાયરલ થતા મામલતદાર દ્વારા તપાસ હાથ ધરાતા 90 ટકા અનાજ વિતરણ કર્યા બાદપણ આખર તારીખમાં મોટી માત્રમાં અનાજ સંચાલકની દુકાનમાં જોવા મળતા ચર્ચાનો વિષય બન્યો છે.
નસવાડી તાલુકામાં 42 રેશનિગની દુકાનો આવેલ છે. છતાંય અવાર નવાર અનાજ ઓછું મળતું હોય અને અનાજ સગેવગે થતું હોવાની અનેક ફરિયાદો ઉઠ્યા બાદપણ ગરીબોને પુરતું અનાજ મળતું ન હોય ત્યારે વધુ એક વિવાદ નસવાડીથી 30 કીમી દૂર ડુંગર વિસ્તારની નાનાવાંટ ગામે આવેલ રેશનિગની દુકાનમાં રાતના અનાજ ભરવા આવેલ મજૂરો સાથે સરપંચની વાતચીતનો વીડિયો વાયરલ થતા નસવાડી મામલતદાર દ્વારા દુકાનમાં તપાસ હાથ ધરાઈ હતી.
મામલતદાર પહોંચતા જે દુકાન પર મોટી માત્રમાં ગ્રાહકો આખર તારીખમાં હોવા જોઈએ તે હતા નહી. અને સ્થળ પર જાતે દુકાન ખોલાવી મામલતદારે તપાસ શરૂ કરી હતી.અને ડુંગર વિસ્તારના સાત ગામના 482 રેશનકાર્ડ ધરાવતી દુકાનમાં 400 ગરીબ રેશનકાર્ડ ગ્રાહકોને અનાજ અપાયું છે. તથા 90 ટકા અનાજ અપાયા બાદ પણ મામલતદાર દ્વારા તપાસ હાથ ધરતા 200 બોરી ઘઉ એટલે 10000 કીલો ઘઉ ચોખા 65 બોરી એટલે 3000 કીલોથી વધુ જથ્થો સ્થળ પર જોવા મળ્યો હતો.
ગરીબોને 90 ટકા અનાજ અપાઈ ગયું તેમ સંચાલકના પુત્રે જણાવ્યું હતુ. તો મોટી માત્રમાં દુકાનની અંદર અને સામે અન્ય ઓરડીમાં મોટી માત્રમાં જથ્થો પડ્યો હોય ઓનલાઈન રેશનકાર્ડ ગ્રાહકોને અંગૂઠા લઈ અનાજ અપાયું નથીની ચર્ચાઓ ઉઠી છે. જેમાં નસવાડી તાલુકામાં અવાર નવાર ગરીબોના પેટનું અનાજ સગેવગે થઈ પગ કરી જાય છે. અને તપાસના નામે તરકટ રચાય છે. ત્યારે પુરવઠા વિભાગ કડક હાથે કામગીરી ક્યારે કરશે એ મોટો પ્રશ્ન ઉઠ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.