બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની ફિલ્મ ‘ગેહરાઈયા’ ડિજિટલ પ્લેટફોર્મ પર રિલીઝ થઈ હતી. આ ફિલ્મને મિક્સ રિવ્યૂ મળ્યા છે. ફિલ્મને શકુન બત્રાએ ડિરેક્ટ કરી હતી અને ફિલ્મમાં દીપિકા ઉપરાંત અનન્યા પાંડે તથા સિદ્ધાંત ચતુર્વેદી હતા.અને હાલમાં જ દીપિકાએ એક ઇન્ટરવ્યૂમાં પોતાને મળેલી સલાહ અંગે વાત કરી હતી.
મીડિયા ઇન્ટરવ્યૂમાં દીપિકાએ કહ્યું હતું, ‘શાહરુખ ખાને મને ઘણી જ સારી સલાહ આપી હતી અને શાહરુખે કહ્યું હતું કે હંમેશાં એવા લોકો સાથે જ કામ કરજે અને જેની સાથે તું સારો સમય પસાર કરી શકે અને જેમને તું ઓળખતી હોય, કારણ કે જ્યારે ફિલ્મ બને છે ત્યારે તું પોતાનું જીવન જીવે છે, યાદો બનાવે છે અને અનુભવ મેળવે છે.’
દીપિકાને ઇન્ટરવ્યૂમાં પૂછવામાં આવ્યું હતું કે તે ઓડિશનમાં ક્યારે નિષ્ફળ રહી છે? જેના જવાબમાં એક્ટ્રેસે કહ્યું હતું કે જ્યારે તે મોડલિંગ કરતી હતી ત્યારે તેણે ઓડિશન આપ્યા હતા. જોકે, એક્ટિંગ કરિયરમાં આવ્યા બાદ તેણે ક્યારેય એ રીતનાં ઓડિશન આપ્યાં નથી. દીપિકાએ હોલિવૂડ ફિલ્મ ‘xXx: રિટર્ન ઓફ ઝેન્ડર કેજ’થી હોલિવૂડ ડેબ્યૂ કર્યું છે.અને દીપિકાએ હોલિવૂડમાં ઓડિશન આપ્યા છે.
દીપિકાના વર્ક ફ્રન્ટની વાત કરીએ તો તે પહેલી જ વાર સાઉથ સુપરસ્ટાર પ્રભાસ સાથે કામ કરી રહી છે.અને આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ છે. આ ઉપરાંત દીપિકા એક્ટર રીતિક સાથે ‘ફાઇટર’માં જોવા મળશે. શાહરુખ તથા જ્હોન સાથે ફિલ્મ ‘પઠાન’માં પણ કામ કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.