યુક્રેનથી ભારતીય વિદ્યાર્થીઓ જલદી દેશ આવે તે માટે પાકિસ્તાને કરી આ રીતે મદદ જાણો

યુક્રેન સંકટથી બચાવીને બહાર કાઢવામાં આવેલા ભારતીયોની વાપસીમાં પાડોશી દેશ પાકિસ્તાને પણ ભારતનો માગ્યા વિના સાથ આપ્યો. રોમાનિયાથી એર ઈન્ડિયાની આ ફ્લાઈટ આજે જ દિલ્હી આવી છે. જણાવી દઈએ કે, 250 ભારતીયોને લઈને આવેલી આ ફ્લાઈટને એક વિશેષ ચાર્ટર પ્લેનના રૂપમાં સંચાલિત કરવામાં આવી હતી.અને આ દરમિયાન વિમાનના પાયલટ-ઈન-કમાન્ડ કેપ્ટન અચિંત ભારદ્વાજે જણાવ્યું કે, પાકિસ્તાન સહિત તમામ હવાઈ પરિવહન નિયંત્રણ (ATS)એ નિકાસ મિશન દરમિયાન અમને સમર્થન આપ્યું છે.

અચિંત ભારદ્વાજે જણાવ્યું કે, રસપ્રદ વાત એ રહી કે રોમાનિયા અને પાછા દિલ્હી સુધી તમામ ATS નેટવર્ક તરફથી અમને સારું સમર્થન મળ્યું છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાને પણ પૂછ્યા વિના જ અમને ડાયરેક્ટ રસ્તો આપી દીધો, જેના કારણે અમે સમય પણ બચાવ્યો છે.અને જણાવી દઈએ કે, રોમાનિયા માટે વિશેષ ઉડાન માટે પાંચ પાયલટ, 14 કેબિન ક્રૂ, ત્રણ વિમાન એન્જિનિયર અને બે સુરક્ષાકર્મીઓને તહેનાત કરવામાં આવ્યા હતા.

કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયા અને વિદેશ રાજ્ય મંત્રી વી. મુરલીધરને દિલ્હી એરપોર્ટ પર બુખારેસ્ટ (રોમાનિયા)ના રસ્તે યુક્રેનથી સુરક્ષિત બહાર કાઢવામાં આવેલા ભારતીય નાગરિકોનું સ્વાગત કર્યું હતું. ઉલ્લેખનીય છે કે, કાલે જ રોમાનિયાથી પહેલી ફ્લાઈટ 219 ભારતીય વિદ્યાર્થીઓને લઈને શનિવારે સાંજે મુંબઈ પહોંચી હતી. અને આ દરમિયાન વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે, આપરેશન ગંગા અંતર્ગત 240 ભારતીય નાગરિકોએ હંગરીના બુડાપેસ્ટથી પણ ઉડાન ભરી છે.

જણાવી દઈએ કે, થોડાં દિવસ પહેલા જ ઉત્તર-પશ્ચિમી યુરોપમાં યૂનિસ તોફાન આવ્યું હતું, એવામાં સેંકડો ઉડાનો રદ્દ કરી દેવામાં આવી છે. દરમિયાન એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો હતો, જેમા દેખાઈ રહ્યું હતું કે, એક એર ઈન્ડિયાનો પાયલટ લંડનમાં ખૂબ જ કુશળતાથી વિમાનનું સફળ લેન્ડિંગ કરાવે છે. વીડિયોમાં વિમાન તોફાનને ચીરતું ખૂબ જ સરળતાથી એરસ્ટ્રિપ પર ઉતરે છે. દુનિયાભરમાં વાહવાહી લૂંટનારા તે પાયલટ બીજું કોઈ નહીં પરંતુ, અંચિત ભારદ્વાજ જ હતા,અને જેમણે હવે રોમાનિયામાંથી ભારતીયોની સુરક્ષિત વાપસી કરાવીને ફરી વાહવાહી લૂંટી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.