ભારતીય ટીમનો હિટમેન બેટ્સમેન રોહિત શર્માને હાલમાં જ ભારતીય ટીમના ત્રણેય ફોર્મેટનો નવો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. રોહિત શર્મા કેપ્ટન બનતા જ ટીમમાં ઘણા ખેલાડીઓની અદલા-બદલી થઈ છે. તો એક એવો ખેલાડી છે જેની રોહિત શર્માએ ટીમમાં વાપસી કરાવી છે. આ ખેલાડીને પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં વધારે ચાન્સ મળ્યા નથી પરંતુ, રોહિત શર્માના નવા પેંતરાથી તેની વાપસી થઈ ચુકી છે.અને રોહિત શર્મા ટેસ્ટ કેપ્ટન બનતા જ એક ખેલાડીની ટીમમાં ફરીથી એક વર્ષ બાદ વાપસી થઈ છે.
આ ખેલાડી કોઈ બીજો નહીં પરંતુ, ચાઈનામેન બોલર કુલદીપ યાદવ છે. કુલદીપ યાદવ લાંબા સમય બાદ ટેસ્ટ ટીમમાં પાછો ફર્યો છે. લાંબા સમયથી તે ભારતીય ટીમમાંથી બહાર રહ્યો પરંતુ, હવે ત્રણેય ફોર્મેટમાં ફરી એક વખત વાપસી થઈ છે.અને કુલદીપ વર્ષ 2017થી વર્ષ 2019 સુધી ટીમની તાકત માનવામાં આવતો હતો પરંતુ, ત્યારબાદ એક બાદ એક રેકોર્ડ બનાવવા છતા પણ આ બોલરને ઇગ્નોર કરવામાં આવ્યો. કુલદીપ યાદવને શ્રીલંકા વિરુદ્ધ બે મેચોની ઘરેલુ ટેસ્ટ સીરિઝ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે.
કુલદીપ યાદવે ભારત માટે પોતાની છેલ્લી ટેસ્ટ મેચ ફેબ્રુઆરી 2021માં રમી હતી. કુલદીપ યાદવનું ટેસ્ટ કરિયર અત્યાર સુધી શાંત રહ્યું છે. તેણે અત્યાર સુધી 7 ટેસ્ટ મેચોમાં 23ની એવરેજથી 26 વિકેટ લીધી છે પરંતુ હવે ફરી એક વખત ટીમમાં વાપસી કરવાનો ચાન્સ મળ્યો છે અને જો આ ખેલાડી ફરી પ્લેઇંગ ઇલેવનમાં વાપસી કરે, તો તેનો કમાલ ફરીથી જોવા મળી શકે છે. વર્લ્ડ કપ 2019 બાદ સિલેક્ટર્સ કુલદીપ યાદવને ઇગ્નોર કરવા લાગ્યા હતા. તેને T20 વર્લ્ડ કપમાં પણ જગ્યા મળી નહોતી. તેની જગ્યાએ રવિચંદ્રન અશ્વિનને ચાન્સ મળ્યો હતો. કુલદીપ યાદવને ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ T20 સીરિઝથી પણ બહાર રાખવામાં આવ્યો હતો. સિલેક્ટર્સે તેને દક્ષિણ આફ્રિકા સીરિઝ માટે પણ ટીમમાં સામેલ કર્યો નહોતો અને એવામાં તેના કરિયર પર તલવાર લટકી રહી હતી પરંતુ, કેપ્ટન રોહિત શર્માએ તેની વાપસી કરાવી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.