બ્રેડનો ફક્ત એક ટુકડો જ બચ્યો છે, કોઈ અમને બહાર કાઢો ભારતીય વિદ્યાર્થીની મદદની અપીલ

રશિયા અને યુક્રેન વચ્ચેના યુદ્ધમાં કિવ અને ખાર્કિવ શહેરો પર રશિયન સેનાના હુમલા સતત ચાલુ છે. રશિયાના હુમલામાં યુક્રેનમાં અત્યાર સુધીમાં સેંકડો લોકો માર્યા ગયા છે, જ્યારે હજારો લોકો ઈજાગ્રસ્ત હોવાનું કહેવાય છે. લોકો કિવ અને ખાર્કિવથી બચવા માટે સંઘર્ષ કરી રહ્યા છે. યુક્રેનમાં તંગદિલી વચ્ચે હજારો લોકો હજુ પણ ફસાયા છે. ઝડપથી બદલાતા સંજોગો વચ્ચે યુક્રેનના ખાર્કિવમાં બંકરની અંદર ફસાયેલા ભારતીય વિદ્યાર્થી અસોયુન હુસૈને પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે.અને અસોયુન હુસૈન મૂળ કેરળનો રહેવાસી છે.

ફોન પર ન્યૂઝ એજન્સી સાથે વાત કરતા ભારતીય વિદ્યાર્થી અસોયુન હુસૈને કહ્યું કે, યુક્રેનની સ્થિતિ ખૂબ જ મુશ્કેલીજનક છે. તેમને ખોરાક અને દવાઓ પણ ભારે મુશ્કેલી સાથે મળી રહી છે, કારણ કે સ્થાનિક લોકોને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. ભારતીય વિદ્યાર્થીએ પોતાની અગ્નિપરીક્ષાનું વર્ણન કરતા કહ્યું કે, અહીંના બંકરમાં તાપમાન એટલું નીચે ગયું છે કે જાણે બરફ જામી ગયો હોય. છેલ્લાં 48 કલાકમાં તેની પાસે માત્ર બ્રેડનો એક ટુકડો બચ્યો છે. તેમણે ખોરાક અને પાણી માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. ભારતીય વિદ્યાર્થીનું કહેવું છે કે, યુક્રેન પ્રશાસન દ્વારા જે મદદ કરવામાં આવી રહી છે અને તેમાં યુક્રેનના લોકો પર વધુ ધ્યાન આપવામાં આવી રહ્યું છે.

ભારતીય વિદ્યાર્થીએ કહ્યું કે, અહીંની સ્થિતિ ખૂબ જ ખરાબ છે. બંકર ભીડથી ભરેલું છે. અમારી પાસે 4-5 બેડશીટ હતી, અમે રેલવે ટ્રેક પાસે અને પ્લેટફોર્મ પર તેના પર જ સૂઈએ છીએ. અમારૂં જેકેટ ખરાબ થઈ ગયું છે.અને તેથી ખૂબ જ ઠંડી લાગે છે, અમને સમજાતું નથી કે આખરે શું કરવું.

યુક્રેનમાંથી ભારતીયોને બહાર કાઢવા માટે મોદી સરકારે નવી યોજના બનાવી છે. જેમાં ચાર મંત્રીઓને યુક્રેનના પાડોશી દેશોમાં મોકલવામાં આવશે. કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરી, જ્યોતિરાદિત્ય સિંધિયા, કિરેન રિજિજુ, વીકે સિંહ વિદ્યાર્થીઓની મદદ માટે યુક્રેનના પાડોશી દેશોમાં જશે.અને રોમાનિયા અને મોલ્ડોવામાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સ્લોવાકિયામાં કિરેન રિજિજુ, હંગેરીમાં હરદીપ સિંહ પુરી અને પોલેન્ડમાં વીકે સિંહને મોકલવામાં આવશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.